targeting new micro rna will make it easier to treat lung disease
  • Home
  • Health & Fitness
  • પ્રદુષણ અને ધુમ્રપાનને કારણે થતી ફેફસાની બીમારીઓની સારવાર સરળ: અભ્યાસ

પ્રદુષણ અને ધુમ્રપાનને કારણે થતી ફેફસાની બીમારીઓની સારવાર સરળ: અભ્યાસ

 | 10:02 am IST
  • Share

  • પ્રદુષણને કારણે ફેફસાને લગતી બીમારીઓનું જોખમ વધ્યું 

  • ફેફસાને લગતી બીમારીઓનો ઈલાજ સરળ બની શકે

આજકાલ બદલાતી જીવનશૈલી અને પર્યાવરણમાં વધતા પ્રદૂષણને કારણે ફેફસાને લગતી બીમારીઓનું જોખમ સતત વધી રહ્યું છે. આવી સ્થિતિમાં આ બીમારીઓથી બચવા માટે દુનિયાભરમાં સતત સંશોધન પણ ચાલી રહ્યા છે. હવે વૈજ્ઞાનિકોએ આવા માઇક્રો આરએનએ (Ribonucleic acid)ની શોધ કરી છે, જેને નિશાન બનાવીને કે એને રોકીને COPD એટલે કે ક્રોનિક ઓબ્સ્ટ્રકટીવ ડિસીઝની નવી સંભવિત સરળ સારવાર શોધી શકાય છે.

સંશોધકોએ આ માઇક્રો આરએનએને Micro RNA-21 નામ આપ્યું છે. ઓસ્ટ્રેલિયાના સેન્ટેનરી યુટીએસ સેન્ટર ફોર ઇન્ફ્લેમેશનના વૈજ્ઞાનિકો દ્વારા હાથ ધરવામાં આવેલા આ અભ્યાસના પરિણામો સાયન્સ ટ્રાન્સલેશનલ મેડિસિન જર્નલમાં પ્રકાશિત થયા છે. ક્રોનિક ઓબ્સ્ટ્રકટીવ પલ્મોનરી ડિસીઝ એ ફેફસાંનો રોગ છે જેમાં દર્દી સામાન્ય રીતે શ્વાસ લેવામાં અસમર્થ હોય છે. આ રોગનું સૌથી મોટું કારણ પ્રદૂષણ અને ધૂમ્રપાન હોવાનું કહેવાય છે.

આમાં, ફેફસામાં સોજો આવે છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આનાથી થતી બીમારીઓ વિશ્વમાં મૃત્યુનું ત્રીજું મોટું કારણ છે. અગાઉ, COPD રોગ ચાલીસ વર્ષ કે તેથી વધુ વયના લોકોમાં સૌથી વધુ જોવા મળતો હતો, પરંતુ હવે તેની અસર નાના બાળકો અને યુવાનોમાં પણ વધુ દેખાઈ રહી છે.

કેવી રીતે થયો અભ્યાસ

સંશોધકોએ ઉંદરો પર કરેલા પ્રી-ક્લિનિકલ અભ્યાસમાં માઇક્રો RNA-21નું સ્તર વધારે હતું. આને રોકવા માટે એન્ટાગોમિર-21 નો ઉપયોગ તેના નિવારણ માટે કરવામાં આવ્યો હતો, જેનાથી ફેફસાંનો સોજો ઓછો થઈ ગયો અને તેની કાર્ય ક્ષમતામાં પણ વધારો થયો. તેના આધારે સંશોધકોનું માનવું છે કે જો માઈક્રોઆરએનએ-21ના સ્તરને નિયંત્રિત અથવા અટકાવી શકાય તો ફેફસાના રોગોની સારવાર સરળ બની શકે છે.

સંશોધકો કહે છે કે એન્ટાગોમિર-21 – માઇક્રો આરએનએ-21 ની અસર ઘટાડીને, તેમજ વાયુમાર્ગ અને ફેફસામાં મેક્રોફેગસ, ન્યુટ્રોફિલ્સ અને લિમ્ફોસાઇટ્સ જેવા ઇન્ફલેમેટરી સેલ્સના વિકાસને પણ ઘટાડે છે. ફેફસાના સાયટોકાઇન, જે સોજાથી જોડાયેલા રિએક્શનને વધારે છે તેણે પણ એન્ટાગોમિર-21 દ્વારા અટકાવી શકાય છે.

સંશોધન પરિણામોમાં શું સામે આવ્યું

આ અભ્યાસના સંશોધકોનું માનવું છે કે માઇક્રોઆરએનએ-21 (આરએનએ-21) ને અટકાવી શકે તેવી દવા સીઓપીડીની સારવાર માટે સંપૂર્ણપણે નવો અભિગમ હશે. સીઓપીડીના ફેલાવાને નિયંત્રિત કરવા અથવા તેને રોકવા માટે તે હાલની સારવાર કરતાં વધુ અસરકારક રહેશે. તેમણે કહ્યું કે સીઓપીડીની અસરકારક સારવારમાં સૌથી મોટો અવરોધ રોગને યોગ્ય રીતે ન સમજવો એ છે. પરંતુ માઇક્રોઆરએનએ-21 વિશેના સંશોધન ડેટામાંથી મળેલી નવી માહિતીના આધારે, રોગ સામે લડવા અથવા તેણે અટકાવવા માટે નવી સંભવિત સારવાર ઉપલબ્ધ હોઈ શકે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો