કર એક પૈસો ચુકવ્યા વિના આ રીતે LTAનો ઉપયોગ કરો - Sandesh
  • Home
  • Business
  • કર એક પૈસો ચુકવ્યા વિના આ રીતે LTAનો ઉપયોગ કરો

કર એક પૈસો ચુકવ્યા વિના આ રીતે LTAનો ઉપયોગ કરો

 | 5:53 pm IST

લીવ ટ્રાવેલ એલાઉન્સ (એલટીએ) માટે યોગ્યતાપ્રાપ્ત હોઈએ તો થોડી સાવધાની દાખવવામાં આવે તો એક પૈસો કર ચુકવ્યા વિના આ મુસાફરીની મોજ માણી શકાય છે. અત્રે આ અંગેની વિગતો રજૂ કરવામાં આવી છે. આ માટે એલટીસીનો ઉપયોગ કરનાર કર્મચારીએ તેના નોકરીદાતા સમક્ષ મુસાફરીના પુરાવા રજૂ કરવાના હોય છે.

એલટીએ માર્ગ, રેલવે અથવા એર કોઈ પણ રીતે ભોગવી શકાય છે. જો એર માર્ગે મુસાફરી કરી હોય તો ઈકોનોમી ક્લાસ અને ટ્રેનનો ઉપયોગ કર્યો હોય તો એસી ફર્સ્ટ કલાસ સુધીનું ભાડું કલેઈમ કરી શકાય છે. એલટીએ પેટે મળેલી રકમ વેરાપાત્ર મર્યાદા કરતાં વધારે હોય તો જ આ વધારાની રકમ પર પગારની જેમ અને તેટલા પ્રમાણમાં વેરો ભરવો પડે છે.

મુસાફરી વચ્ચે વચ્ચે રોકાણ સાથે કરી હોય તો પણ સૌથી ટૂંકા રસ્તા માટે જ એલટીએ ક્લેઈમ કરી શકાય છે. ફક્ત મુસાફરી ભાડાં માટે જ વેરા લાભ મળે છે. વચ્ચે વચ્ચે ટેકસી ભાડું અથવા હોટલનો ખર્ચ વેરામુક્ત નથી.

પતિ, પત્ની, બાળકો, માતા-પિતા અને ભાઈ-બહેન સાથેની મુસાફરી માટે એલટીએ ક્લેઈમ કરી શકાય છે. ચાર-ચાર વર્ષના અંતરે એલટીએ ક્લેઈમ કરી શકાય છે. આ ગાળો નોકરીમાં જોડાયા તારીખથી નહીં પણ સરકાર નક્કી કરે ત્યારથી શરૂ થાય છે. એલટીએમાં માત્ર દેશમાં જ ભોગવી શકાય છે.