ટેસ્ટી મીઠું ! સ્વાસ્થ માટે કેટલું યોગ્ય ? - Sandesh
NIFTY 10,397.45 +37.05  |  SENSEX 33,844.86 +141.27  |  USD 64.7550 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • ટેસ્ટી મીઠું ! સ્વાસ્થ માટે કેટલું યોગ્ય ?

ટેસ્ટી મીઠું ! સ્વાસ્થ માટે કેટલું યોગ્ય ?

 | 12:26 am IST

ડાયટ ટિપ્સઃ હિરલ ભટ્ટ

આપણે બધા એ વાતથી અજાણ નથી કે જે વસ્તુ ટેસ્ટમાં બેસ્ટ હોય છે તેના ટેસ્ટની સાથે તેના ફયદા અને નુકસાન બંને હોય છે. એમાં પણ જો વ્રત-ઉપવાસ અમુક ખાધ્ય પદાર્થ વિના કરવામાં આવે તો તરત જ શરીરમાં અશક્તિ આવે છે. આપણે જાણીશું આજે ખાધ્ય પદાર્થમાં ખૂબ જ ઉપયોગી, જરૂરી અને મુખ્ય ભૂમિકા ભજવતા મીઠા વિશે,

થોડા દિવસ આહારમાં મીઠું ન લેવામાં આવે તો આપણે બીમાર વ્યક્તિ જેવા દેખાવા લાગીએ છીએ. મીઠું એક ખાધ્ય પદાર્થ જ નથી, પરંતુ ઊર્જા પ્રાપ્ત કરવાનો એક મહત્ત્વનો સ્ત્રોત છે. મીઠું આપણા શરીર માટે એક જરૂરી તત્ત્વ છે. જે રક્ત શોધકનંુ કામ કરે છે અને શરીરના હાનિકારક જીવાણુનો નાશ કરી બીમારી સામે રક્ષણ આપે છે. લાંબા સમય સુધી જો શરીરને મીઠું ન મળે તો નબળાઇ આવે છે. પરંતુ એ પણ હકીકત છે કે મીઠાને વધુ માત્રામાં લેવું ન જોઇએ. દરરોજ ૬ ગ્રામ જેટલું મીઠું એક સામન્ય માનવ શરીર માટે પર્યાપ્ત છે. આજે આપણે મીઠાના ફયદા સાથે ગેરફયદા પણ જાણીએ.

૧ લીટર ગરમ પાણીમાં ૪ ચમચી મીઠું ઉમેરીને પાણીનો શેક કરવાથી પગના દુખાવામાં રાહત મળે છે.

એક ચપટી મીઠંુ જીભ પર રાખી અને ૧૦ મિનિટ પછી ૧ ગ્લાસ પાણી પી લેવું. માથાના દુખાવામાં રાહત થાય છે.

પેટના દુખાવામાં પણ ૧ ગ્લાસ પાણીમાં અડધી ચમચી મીઠંુ ઉમેરી પી જવું.

ઉધરસ અને કફ્માં સિંધાલુણ ( એક પ્રકારનું મીઠું ) ધીરેધીરે ચૂસવાથી ફયદો થાય છે.

સિંધાલુણના ફયદા

સિંધાલુણ હૃદયરોગને અટકાવે છે. સિંધાલુણ ઇલેક્ટ્રોલાઇટસને નિયંત્રણમાં રાખી નસો, મસલ્સ અને ઉત્સેચકોની કાર્યપ્રણાલીને સારી રીતે ચલાવે છે. રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે સિંધાલુણ કબજિયાત દૂર કરવામાં લાભદાયી છે. તે આંતરડામાં પાણીનું પ્રમાણ વધારી તાત્કાલિક રાહત આપે છે. પરંતુ તેનો પ્રયોગ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લેવી.

સિંધાલુણમાં રહેલ મેગ્નેશિયમ અને સલ્ફ્ેટ શરીરમાં ઇન્સ્યુલિનનંુ પ્રમાણ વધારે છે અને ડાયાબિટીસના જોખમને ઓછું કરવામાં મદદ કરે છે. સામાન્ય રીતે સ્ટ્રેસ લેવાથી શરીરમાંથી મેગ્નેશિયમ ઓછું થાય છે. તથા એડ્રેલિનનંુ સ્તર વધી જાય છે. જો સિંધાલુણને ગરમ પાણીમાં ઉમેરી તેનો પ્રયોગ કરવામાં આવે તો ચામડી તેને શોષી લે છે અને તેનાથી શરીરમાં મેગ્નેશિયમનંુ પ્રમાણ પણ વધી જાય છે. સિંધાલુણમાં સલ્ફ્ેટ હોય છે જે શરીરની વાહિનીઓમંાથી અશુદ્ધિઓ બહાર કાઢવામાં મદદ કરે છે.

મીઠાના ગેરફાયદા

નમક માત્ર સ્વાદ માટે ખાધ્યપદાર્થમાં જ નહિ, પરંતુ આપણા હાડકાં, પરસેવો, અને આંસુમાં પણ નમક રહેલું હોય છે. આપણે એમ પણ કહી શકીએ કે મીઠા વિનાનું જીવન નકામંુ છે. પરંતુ જો નમકની માત્રા જરૂરિયાત કરતાં વધી જાય તો જીવન જોખમમાં મુકાય છે.

વધુ પડતું મીઠું ખાવાથી નસો સુકાય છે. જેનાથી યુરિક એસિડનું પ્રમાણ વધે છે અને યુરિનમાં આલબ્યુમિન આવવા માંડે છે. જેનાથી બલ્ડપ્રેશર વધવાની શક્યતાઓ વધે છે. જે જેટલું વધારે સોડિયમ લે છે તેનામાં એટલું યુરિક એસિડ અને આલબ્યુમિન સમય જતા વધે છે.

ડોકટરોના મત પ્રમાણે હાડકાં માટે મીઠું ખૂબ જ જરૂરી છે. કારણ કે મીઠામાં આયોડિન રહેલું હોય છે હાડકાંને શક્તિ પ્રદાન કરે છે. પરંતુ ખોરાકમાં મીઠાનંુ પ્રમાણ વધારવાથી સોજા અને મેદમયતાની સમ્સ્યા પણ વધે છે જેના કરણે હાડકાં પાતળા થવા માંડે છે અને ઓસ્ટિઓપોરોસિસની સમ્સ્યા વધે છે.

વધુ મીઠું ખાવાથી લોહીમાં આયર્નનંુ પ્રમાણ ઘટવાથી પેટમાં એસિડિટી વધી જાય છે. જેના કારણે ભૂખના હોય તો પણ ભૂખ હોવાનો અનુભવ થાય છે. અને શરીરમાં કેલરી જાય છે જેના લીધે મેદમયતા પણ સાથે આવે છે.

વર્તમાન સમયની મોટી સમસ્યા બલ્ડપ્રેશર દરેક ઘરમાં એક વ્યક્તિ તેનો શિકાર હોય જ છે. સતત રક્તચાપ રહેવાથી હૃદયરોગ, એટેક, અને કિડનીની બીમારી આવવાની શક્યતા વધી જાય છે માટે બિનજરૂરી મીઠું લેવાનું ટાળવું જોઇએ અને શરીરને હેલ્ધી અને ફ્ટિ રાખવા માટે કાચંુ મીઠું ભોજનમાં ઉપરથી ન છાંટવું જોઈએ. ખોરાકના ઓવરઇટંગથી બચવંુ જોઇએ.

[email protected]