Tata Group companies’ market cap skyrocket by Rs.57,000 crore
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • તાતા જૂથના માર્કેટકેપમાં એક દિવસમાં 57 હજાર કરોડનો ઉછાળો

તાતા જૂથના માર્કેટકેપમાં એક દિવસમાં 57 હજાર કરોડનો ઉછાળો

 | 7:00 am IST
  • Share

  • સૌથી જૂના તાતા જૂથની કુલ 30 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ

  • જૂથની 30 લિસ્ટેડ કંપનીઓનું માર્કેટકેપ રૂ. 23.45 લાખ કરોડ પર પહોંચ્યું

  • તાતા મોટર્સ, તાતા પાવર, તાતા કેમિકલ્સના શેર્સમાં 14-20 ટકા સુધીનો એક દિવસીય ઉછાળો નોંધાયો 

દેશમાં ટોચના ઔદ્યોગિક જૂથ તાતાના શેર્સમાં બુધવારે ભારે ખરીદી જોવા મળી હતી. જૂથની અગ્રણી કંપનીઓ સહિત નાની કંપનીઓના શેર્સમાં લેવાલી પાછળ શેર્સમાં 20 ટકા સુધીનો તીવ્ર ઉછાળો નોંધાયો હતો. જેની પાછળ તાતા જૂથની કંપનીઓનું કુલ માર્કેટ-કેપિટલાઈઝેશન રૂ. 23.45 કરોડની સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યું હતું. તેણે એક દિવસમાં 2.5 ટકા અથવા રૂ. 57000 કરોડની વૃદ્ધિ નોઁધાવી હતી.

સૌથી જૂના એવા તાતા જૂથની કુલ 30 કંપનીઓ શેરબજાર પર લિસ્ટેડ છે. જેમાંથી કેટલીક જાણીતી કંપનીઓ છેલ્લાં કેટલાક સત્રોથી સતત સારો દેખાવ દર્શાવી રહી  છે. જેમાં તાતા મોટર્સ અને તાતા પાવર મુખ્ય છે. આ બંને કંપનીઓના શેર્સ બુધવારે નોંધપાત્ર ગેપ-અપ ઓપનિંગ બાદ દિવસ દરમિયાન વધતાં રહ્યાં હતાં અને આખરે ટોચની નજીક જ બંધ જોવા મળ્યાં હતાં. તાતા મોટર્સનો શેર રૂ. 310ના સ્તરેથી સુધરતો રહી જોતજોતામાં રૂ. 524ની ટોચ પર જોવા મળ્યો હતો. બુધવારે કંપનીનો શેર 20.43 ટકા ઊછળ્યો હતો. કંપનીએ તેના ઈવી મોબિલિટી બિઝનેસ માટે નવી પેટાકંપનીની રચનાની જાહેરાત કરી હતી. જ્યારે કંપનીએ ટીપીજી દ્વારા રૂ. 7500 કરોડનું રોકાણ મેળવ્યું હોવાનું જણાવ્યું હતું. જેની પાછળ તાતા મોટર્સનો શેર 10 ટકાની ઉપલી ર્સિકટમાં ખૂલ્યો હતો. 15 મિનિટ બાદ તેણે વઘુ બે 5-5 ટકાની ર્સિકટ દર્શાવી હતી.

દિવસ દરમિયાન એક તબક્કે તે 24 ટકા ઉછાળે રૂ. 524 પર ટ્રેડ થયો હતો. કામકાજને અંતે રૂ. 86ના સુધારા સાથે બંધ રહ્યો હતો. તાતા પાવરનો શેર 14.50 ટકા ઉછળી રૂ. 224.20ના સ્તરે બંધ રહ્યો હતો. કંપનીનો શેર રૂ. 52ના ર્વાિષક તળિયા સામે લગભગ પાંચ ગણો સુધરી ચૂક્યો છે. છેલ્લા એક મહિનામાં તેણે 80 ટકાનો તીવ્ર ઉછાળો નોંધાવ્યો છે. તાતા કેમિકલ્સનો શેર પણ એક દિવસમાં 14 ટકા ઉછળી પ્રથમવાર રૂ. 1000ની સપાટી કૂદાવી ગયો હતો. તે રૂ. 136ના સુધારે રૂ. 1107 પર બંધ રહ્યો હતો.

આ ઉપરાંત જૂથના હોસ્પિટાલિટી બિઝનેસ સાથે જોડાયેલી ઈન્ડિયન હોટેલ્સનો શેર પણ 8 ટકા ઉછળ્યો હતો. જૂથની કેટલીક અન્ય લિસ્ટેડ કંપનીઓમાં ઓટો કોર્પ ગોવા(14 ટકા), તાતા ટેલિ(5 ટકા), નેલ્કો(5 ટકા), આર્ટસન એન્જિ(5 ટકા), ટિનપ્લેટ(5 ટકા), તાતા કોમ્યુનિકેશન(4.5 ટકા)નો સુધારો દર્શાવતાં હતાં. માર્કેટ નિરીક્ષકોના મતે હાલમાં રોકાણકારો ક્વોલિટી કાઉન્ટર્સની શોધમાં છે. મોટાભાગના ક્વોલિટી શેર્સ ઊંચા વેલ્યૂએશન પર ટ્રેડ થઈ રહ્યાં છે. જ્યારે તાતા જૂથની કેટલીક કંપનીઓના શેર્સ નોંધપાત્ર અન્ડરપર્ફેર્મન્સ બાદ હવે રોકાણકારોના રડાર પર આવ્યાં છે અને તેથી તેમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. આ કાઉન્ટર્સ મધ્યમગાળામાં વધુ સુધારો દર્શાવી શકે છે એમ પણ તેઓ ઉમેરે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો