TATA may ready to launch Altroz on next year january 2020
  • Home
  • Business
  • ટાટાની પ્રીમિયમ Altrozની તસ્વીરો આવી સામે, જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને ફીચર્સ વિશે

ટાટાની પ્રીમિયમ Altrozની તસ્વીરો આવી સામે, જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને ફીચર્સ વિશે

 | 2:28 pm IST

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની ટાટા મોટર્સ જલ્દી ભારતીય માર્કેટમાં પોતાની નવી પ્રીમિયમ Altrozનું લોન્ચિંગ કરશે. જ્યારે આ પહેલા જ કંપનીએ આ કારના પહેલા પ્રોડક્શન યુનિટને પુણે આવેલ તેના પ્લાન્ટથી રોલ આઉટ કર્યું છે. અત્યાર સુધી આ કારને રોડ ટેસ્ટિંગ દરમિયાન જોઈ શકતા હતા. પરંતુ હવે આ પહેલીવાર છે જ્યારે કંપનીએ આ કારને આધિકારિક રીતે રજૂ કરી છે.

સૂત્રો મુજબ કંપની આ કારને જાન્યુઆરી મહિનામાં વેચાણ માટે લોન્ચ કરશે. ટાટા મોટર્સ, વર્ષ 2020ની શરૂઆત પ્રીમિયમ હેચબેક કાર ટાટા Altrozથી કરશે. રિપોર્ટ પ્રમાણે જલ્દી આની બુકિંગ પણ શરૂ કરશે. કંપનીએ આ કારના કોન્સેપ્ટને સૌથી પહેલા જેનેવા મોટર શોમાં રજૂ કર્યો હતો. આ કારને કંપનીએ અલ્ફા લાઇટ ફ્લેક્સિબલ એડવાન્સ(ALFA) ઓર્કિટેક્ટથી તૈયાર કરી છે. રિપોર્ટ મુજબ કંપની આ કારને બે અલગ-અલગ પેટ્રોલ એન્જિન સાથે માર્કેટમાં ઉતારી શકે છે. એક વેરિએન્ટમાં કંપની 1.2 લીટરની ક્ષમતાના 3 સિલિન્ડર યુક્ત નેચુરલ એક્પાયર્ડ એન્જિનનો ઉપયોગ કરી શકે છે. જે કારને 86 બીએચપીની પાવર આપશે.

જ્યારે બીજા વેરિએન્ટમાં કંપની 1.2 લીટર ક્ષમતા વાળા ટર્બોચાર્જ પેટ્રોલ એન્જિન આપી શકે છે. જે કારને 108 બીએચપીનો પાવર આપશે. ઉપરાંત રિપોર્ટ મુજબ કંપની આ કારના સેન્ટ્રલ કંસોલમાં ગ્રીમ લાઇટિંગ આપી છે અને ડેશબોર્ડ વચ્ચે ટચ સ્ક્રીન ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમ આપેલ છે. આ સિવાય ક્રૂજ કંટ્રોલ, માઉંટેડ સ્ટીયરિંગ વ્હીલ, ડિજિટલ ટેકોમીટર, એનાલોગ સ્પીડોમીટરને સામેલ કરવામાં આવ્યા છે. કિંમતની વાત કરીએ તો 5.50 લાખ રૂપિયાથી લઈ 8.50 લાખ રૂપિયા વચ્ચે હોઈ શકે છે.

આ વીડિયો પણ જુઓ: અમદાવાદમાં BRTS અકસ્માતમાં મોટો ખુલાસો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન