TATA motor company offering discounts on its modal products
  • Home
  • Featured
  • ગ્રાહકોને આકર્ષવા ટાટા કંપની આપી રહી છે શાનદાર ઓફર, જાણો ક્યા મોડલ પર કેટલું ડિસ્કાઉન્ટ

ગ્રાહકોને આકર્ષવા ટાટા કંપની આપી રહી છે શાનદાર ઓફર, જાણો ક્યા મોડલ પર કેટલું ડિસ્કાઉન્ટ

 | 2:37 pm IST

ટાટા મોટર્સની સેલ્સ પર સ્લોડાઉનની ઘણી અસર જોવા મળી છે. ઓક્ટોબર 2019માં કંપનીની ઇયર ઓન ઇયર(YoY) ગ્રોથમાં 28 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ મહિને કંપનીએ કુલ 13,169 યુનિટ્સનું વેચાણ કર્યું. જ્યારે ગત વર્ષે આ જ મહિનામાં કંપનીએ 18,290 યુનિટ્સ સેલ કરી હતી. ત્યારે હવે કંપની તેના વેચાણમાં વધારો કરવા માટે કેટલાક મોડલ્સ પર જંગી ડિસ્કાઉન્ટ આપી રહી છે. તેથી જો તમે નવી કાર લેવાનું વિચારી રહ્યા છો તો આ તમારા માટે આ ઉજ્જવળ તક છે.

મીડિયા સૂત્રો મુજબ સેલમાં ઘટાડો થતા સંપૂર્ણ ભારતમાં કંપનીના કેટલાક ડિલર્સ કંપનીના અલગ-અલગ મોડલ્સ પર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છે. જમાંથી એક મોડલ્સ છે ‘ટાટા ટિયાગો’. સૂત્રોના જણાવ્યા મુજબ ટાટાની આ પોપ્યુલર કાર પર કંપની 45,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. જોકે કંપની ડીઝલ એન્જિનને BSVIમાં અપગ્રેડ નથી કરી રહી તેથી કંપની આ કારની વધુમાં વધુ યુનિટ્સ વેચવાની કોશિશ કરી રહી છે.

આ સિવાય સૂત્રો પ્રમાણે ‘ટાટા ટિગોર’ મોડલ પર કંપની ગ્રાહકોને 62,000 રૂપિયા સુધીનું આકર્ષક ડિકાઉન્ટ ઓફર કરી રહી છે. સ્લોડાઉનના કારણે આ મોડલના વેચાણમાં પણ ઘટાડો નોંધાયો છે. ‘ટાટા જેસ્ટ’ની વાત કરીએ તો કંપની 70,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ડિસ્કાઉન્ટ, કારની સંપૂર્ણ રેન્જ પર ઓફર કરવામાં આવી રહ્યું છે. ‘ટાટા નેક્સોન’ પર કંપની 52,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. જ્યારે ‘ટાટા હેક્સા’ પર 1.1 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ, ‘સફારી સ્ટોર્મ SUV’ પર રૂપિયા 75,000 સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે. એમ મુદ્દા સાથે સંકળાયેલ સૂત્રોએ જણાવ્યું છે.

ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે આ મોડલ્સ સિવાય કંપની ‘ટાટા હૈરિયર’ પર 70,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ અને ‘ટાટા બોલ્ટ’ પર 70,000 રૂપિયા સુધીનું શાનદાર ડિસ્કાઉન્ટ આપી રહી છે. જોકે કંપની આ ઓફર દેશના ક્યા-ક્યા રાજ્યો અને શહેરોમાં આપી રહી છે તે વિશે હાલ કોઈ સ્પષ્ટતા નથી. પરંતુ મુદ્દા સાથે સંકળાયેલ સૂત્રોના જણાવ્યા મુજબ કાર સેલને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર દેશમાં કંપનીના કેટલાક ડિલર્સ અલગ-અલગ કાર મોડલ પર આકર્ષક ડિકાઉન્ટ ઓફર કરી રહ્યા છે.

નોંધ: તમે કાર લેવાનું વિચારી રહ્યા છો તો આપને નિવેદન છે કે પહેલા તમારા નજીકના ટાટા ડિલર્સ અથવા કંપની વેબસાઇટ અથવા કંપની ઓફિસ સાથે કોન્ટેક્ટ કરી ડિસ્કાઉન્ટ ઓફર વિશે સંપૂર્ણ માહિતી મેળવી લેવી.

આ વીડિયો પણ જુઓ: ‘મહા’ને લઈ નાની દમણ જેટી પર બોટ લંગારવામાં આવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન