tata nexon electric suv could be launch on december
  • Home
  • Featured
  • Tataની આ દમદાર SUV ફુલ ચાર્જ પર 300 કિમી દોડશે, જાણો તેની કિંમત અને ફિચર્સ

Tataની આ દમદાર SUV ફુલ ચાર્જ પર 300 કિમી દોડશે, જાણો તેની કિંમત અને ફિચર્સ

 | 7:54 am IST

ઇલેક્ટ્રિક વાહનની રાહ જોતા લોકો માટે સારા સમાચાર છે. ટૂંક સમયમાં સસ્તી કમ્પેક્ટ ઇલેક્ટ્રિક એસયુવી બજારમાં આવી શકે છે. ટાટા મોટર્સ તેની પોપ્યુલર સબ-4 મીટર કોમ્પેક્ટ એસયુવી ટાટા નેક્સનનું ઇલેક્ટ્રિક વર્જન લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપની પહેલા જ આનો ટીઝર વીડિયો રજૂ કરી ચુકી છે. જેમાં મિલિંદ સોમન અને અંકિતા કન્વર મનાલી -લેહ હાઈવે પર ટાટા નેક્સન ઇલેક્ટ્રિક કાર ચલાવતા નજરે પડે છે.

ઉલ્લેખનિય છે કે ટાટા મોટર્સ તેની એસયુવી નેક્સનનું ઇલેક્ટ્રિક વર્ઝન લાવી રહી છે. નેક્સન ઇલેક્ટ્રિક ટાટા મોટર્સની જીપટ્રોન ટેકનોલોજીથી ચાલશે અને તેનું ગ્લોબલ ડેબ્યૂ આગામી મહિને ભારતમાં થશે. ઇલેક્ટ્રિક નેક્સન 16 ડિસેમ્બર 2019ના રોજ પ્રદર્શિત થશે. ત્યારબાદ તેને વર્ષ 2020ની શરૂઆતમાં ભારતમાં લોન્ચ કરવામાં આવશે.

આ ઇલેક્ટ્રિક એસયુવીને જાન્યુઆરીથી માર્ચની વચ્ચે લોન્ચ કરી શકાશે. ગયા મહિને કંપનીની ડેડિકેટેડ ઇલેક્ટ્રિક વ્હીકલ (EV)ટેક્નોલોજી સાથે ઇલેક્ટ્રિક નેક્સનની જાહેરાત કરવામાં આવી હતી.

ઇલેક્ટ્રિક નેક્સનની કિંમત 15-17 લાખ રૂપિયા વચ્ચે હોઈ શકે છે. ઇન્ડિયન માર્કેટમાં આ એસયુવીની ટક્કર મહિન્દ્રા XUV300 ઇલેક્ટ્રિક સાથે થશે.

પર્સનલ ઇલેક્ટ્રિક વ્હીકલ માર્કેટ માટે આ કંપનીની પહેલી રજૂઆત હશે. ટાટા નેક્સન ઇલેક્ટ્રિકમાં હાઇ વોલ્ટેજ સિસ્ટમ હશે, જે ફાસ્ટ ચાર્જિંગ તો આપશે જ પણ સાથે IP67 (ડસ્ટ એન્ડ વોટરપ્રૂફ) સ્ટાન્ડર્ડનું પણ પાલન કરશે. કંપનીનું કહેવું છે કે, નેક્સન ઇલેક્ટ્રિક એસયુવીની લિથિયમ આયન બેટરી સિસ્ટમ એક જ ચાર્જ પર આશરે 300 કિમીની ડ્રાઇવિંગ રેન્જ આપશે. ટાટા મોટર્સ ઇલેક્ટ્રિક નેક્સનની મોટર અને બેટરી પર 8 વર્ષની વોરંટી ઓફર કરશે.

આ વીડિયો પણ જુઓ: અમેરિકાના ડેનમાર્કમાં બે ગુજરાતીની કરાઈ હત્યાના CCTV ફૂટેજ આવ્યા સામે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન