tata sky broadband plan offers unlimited data in India
  • Home
  • Featured
  • આ શહેરોમાં Tata Sky આપે છે 999 રૂપિયામાં અનલિમિટેડ પ્લાન

આ શહેરોમાં Tata Sky આપે છે 999 રૂપિયામાં અનલિમિટેડ પ્લાન

 | 9:41 am IST

મોટા ભાગના લોકો ટાટા સ્કાયને તેની ડાયરેક્ટ-ટૂ-હોમ (ડીટીએચ) સેવા માટે ઓળખે છે. પણ કંપની દેશના કેટલાક શહેરોમાં બ્રોડબેન્ડ સેવાઓ પણ આપી રહી છે. વર્ષ 2018 માં, ટાટા સ્કાયએ 15 થી ઓછા શહેરોમાં બ્રોડબેન્ડ સેવા આપી હતી. પરંતુ હવે કંપનીએ તેની સેવા 21 શહેરોમાં વધારી છે.

ટાટા સ્કાયની બ્રોડબેન્ડ સેવા ચેન્નઈ, હૈદરાબાદ, ભોપાલ અને મુંબઈ જેવા શહેરોમાં ઉપલબ્ધ છે. હવે ટાટા સ્કાય એફયુપી પ્લાન સાથે આવી છે. ટાટા સ્કાયનો બ્રોડબેન્ડ અનલિમિટેડ એફયુપી પ્લાન 999 રૂપિયાથી શરૂ થાય છે. જેમાં 10 એમબીપીએસની ઝડપથી ડેટા મળશે. આટલું જ નહીં, પ્રીમિયમ ડેટા પ્લાનમાં વપરાશકર્તાઓને 100 એમબીપીએસની ઝડપથી ડેટા મળશે. જેની કિંમત દર મહિને 2400 રૂપિયા છે. ટાટા સ્કાયે આ સેવાની શરૂઆત 14 શહેરોથી કરી હતી. અને તાજેતરમાં બ્રોડબેંડ સર્વિસને દેશના 21 શહેરોમાં ફેલાવી દીધી છે.

ઉલ્લેખનિય છે કે હવે આ સર્વિસ મુંબઇ, હૈદ્વાબાદ અને ભોપાલ સહિત 21 શહેરોમાં ચાલૂ કરી ચૂક્યા છે. એક અહેવાલ પ્રમાણે કંપની પોતાના યૂજર્સને આ સર્વિસ સાથે અનલિમિટેડ ડેટા પ્લાન આપી રહી છે. આ બ્રોડબેંડ સર્વિસ માટે કંપની હવે 999 રૂપિયાની શરૂઆતી કિંમતમાં ઘણા પ્લાન આપી રહી છે. આ પ્લાનમાં કોઇ પ્રકારની ડેટા લિમિટ આપવામાં આવી નથી. જોકે આ પ્લાનમાં વેલિડિટી અને સ્પીડ અલગ-અલગ છે. આ ઉપરાંત પેમેંટના પણ ઘણા ઓપ્શન આપવામાં આવ્યા છે. યૂજર્સ પોતાના પ્લાન માટે 3 મહિના, 5 મહિના, 6 મહિના અને 12 મહિના મુજબ એકસાથે પેમેંટ કરી શકે છે.

આ પ્લાનમાં 1,500 રૂપિયા અને 1,800 રૂપિયાના પ્લાન પણ છે, જેમાં અનલિમિટેડ ડાઉનલોડિંગ સાથે ક્રમશ: 50Mbps અને 75Mbps ની સ્પીડ મળે છે. અંતમાં 2,400 રૂપિયાનો પ્લાન આવે છે, જેમાં યૂજર્સને 100 Mbps ની સ્પીડ સાથે અનલિમિટેડ ડાઉનલોડિંગ મળે છે. તમને જણાવી દઇએ કે કંપની 999 રૂપિયાની શરૂઆતી કિંમતમાં વધુ સ્પીડવાળા પ્લાન આપે છે, પરંતુ પ્લાનમાં ડેટા લિમિટ આપવામાં આવે છે. આ સર્વિસ અમદાવાદ સહિત કેટલાક શહેરામાં શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન