tata sky hd and sd set top boxes price cut in offline market
  • Home
  • Featured
  • આ કંપનીએ SD અને HD સેટટોપ બોક્સની કિંમતમાં કર્યો ઘટાડો, પેક્સ રૂ. 49થી શરૂ

આ કંપનીએ SD અને HD સેટટોપ બોક્સની કિંમતમાં કર્યો ઘટાડો, પેક્સ રૂ. 49થી શરૂ

 | 4:03 pm IST

ટાટા સ્કાયે તેના સેટટોપ બોક્સના ભાવમાં ઘટાડો કર્યો છે. હવે ટાટા સ્કાયનું સેટટોપ બોક્સ 400 રૂપિયાના ભાવે ખરીદી શકાય છે. એસડી અને એચડીમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે. ટાટા સ્કાયે એવો દાવો કર્યો છે કે તેણે આ ઓફર દરેક ડિટીએચ વપરાશકર્તાઓ સુધી પહોંચવા માટે આ પગલું લીધું છે. નવી કિંમત ટાટા સ્કાય ડીલર્સ અને રિટેલ સ્ટોરમાં ઉપલબ્ધ થશે. તે જ સમયે, કંપનીએ કેટલાક નવા બ્રોડકાસ્ટર પેક્સ પણ લોન્ચ કર્યા છે. તેમની કિંમત રૂપિયા 49થી શરૂ થાય છે.

ટાટા સ્કાય સેટ ટોપ બોક્સ માટે નવી કિંમત:
ટાટા સ્કાયના એચડી સેટટોપ બોક્સ માટે રૂપિયા 1,800 નો ખર્ચ થશે. તે જ સમયે, એસડી બોક્સ માટે રૂપિયા 1,600 આપવા પડશે. ટાટા સ્કાય બોક્સની નવી કિંમત હવે એરટેલ ડિજિટલ ટીવીના બોક્સ જેટલી બની ગઈ છે. તેમજ ડીશ ટીવીએ પ્રમોશનલ ઓફર પણ રજૂ કરી છે. જેમાં એચડી સેટટોપ બોક્સ 1,690 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ઓફર ફક્ત મર્યાદિત સમય માટે છે.

અગાઉ કંપનીએ Tata Sky Binge લોંચ કર્યું હતું. ટાટા સ્કાય બિંગ સેવાને એમેઝોન ફાયર ટીવી સ્ટીક દ્વારા એક્સેસ કરી શકાય છે. આ સેવાનો લાભ લેવા માટે, તમારે એમેઝોન ફાયર ટીવી સ્ટીકનું ટાટા સ્કાય એડિશન ખરીદવું પડશે અને દર મહિને રૂપિયા 249 ચૂકવવા પડશે. કંપનીએ જાહેરાત કરી હતી કે આ સેવા ઇરોઝ નાઉ, હોટસ્ટાર, હંગમા પ્લે અને સન એનએક્સટીની ડિજિટલ સામગ્રી રજૂ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન