Tata Sons made made the biggest bid of 18,000 crores FOR Air India
  • Home
  • Featured
  • TATAની થઈ Air India, જાણો કેટલા કરોડની બોલી લગાવી

TATAની થઈ Air India, જાણો કેટલા કરોડની બોલી લગાવી

 | 4:35 pm IST
  • Share

  • TATAની થઈ એર ઈન્ડિયા
  • TATA સન્સ હવે એર ઈન્ડિયાના નવા માલિક
  • જાણો કેટલા કરોડની બોલી લગાવી

TATA સન્સ હવે એર ઈન્ડિયાની નવી માલિક હશે. સરકારે શુક્રવારે તેની જાહેરાત કરી છે. વિમાન મંત્રાલય અને દીપમના સચિવ થોડી વારમાં એક પ્રેસ કોન્ફરન્સ કરશે.

નવા મહારાજાની જાહેરાત

સરકારે શુક્રવારે Air Indiaના નવા મહારાજાના નામે ખુલાસો કર્યો છે અને જવાબદારી વાળા વિભાગ DIPAM અને વિમાન મંત્રાલયના સચિવ 4 વાગે પ્રેસ કોન્ફરન્સમાં તેની જાહેરાત કરશે.

18000 કરોડની લગાવી બોલી

થોડા સમય પહેલા જાહેરાત કરાઈ હતી કે એર ઈન્ડિયા 68 વર્ષ બાદ ફરી ટાટા ગ્રૂપની પાસે આવી શકે છે. તે સમયે આ વાતનું ખંડન કરાયું હતું પરંતુ બાદમાં વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલે દુબઈમાં એક પ્રેસ કોન્ફરન્સમાં એર ઈન્ડિયાના નવા માલિકના નામની જાહેરાત કરવાની વાત કરી હતી. Air Indiaને માટે ટાટા સન્સે 18000 કરોડની બોલી લગાવી હતી. આ સરકારી એરલાઈન્સને ખરીદવામાં ટાટા ગ્રૂપ સિવાય સ્પાઈસજેટના અજય સિંહે પણ રસ દાખવ્યો છે.

ટાટા સાથે જોડાયેલો છે એર ઈન્ડિયાનો ઈતિહાસ

એર ઈન્ડિયાની શરૂઆત 1932માં ટાટા ગ્રૂપે કરી હતી. જે. આર. ટી ટાટા જે પોતે એક સારા પાયલટ હતા અને તેઓએ ટાટા એરલાઈન્સના રૂપમાં તેને શરૂ કર્યું હતું. બીજા વિશ્વયુદ્ધ બાદ ભારતથી સામાન્ય હવાઈ સેવાની શરૂઆત થઈ ત્યારે એર ઈન્ડિયાને સાર્વજનિક ક્ષેત્રની કંપની બનાવી દેવાઈ. 1947માં દેશની આઝાદી બાદ એક રાષ્ટ્રિય એરલાઈન્સની જરૂર રહી અને ભારત સરકારે એર ઈન્ડિયામાં 49 ટકા ભાગીદારી ગ્રહણ કરી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો