Tata Steel may give maximum 3 lakh rupees bonus to each employee
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • કોરોના સંકટમાં પણ TATA Steelના કર્મચારીઓની બલ્લે બલ્લે, બોનસમાં મળશે લાખો રૂપિયા!

કોરોના સંકટમાં પણ TATA Steelના કર્મચારીઓની બલ્લે બલ્લે, બોનસમાં મળશે લાખો રૂપિયા!

 | 5:01 pm IST

દેશની દિગ્ગજ સ્ટીલ કંપની અને ટાટા જૂથની માલિકી ધરાવતી ટાટા સ્ટીલે તેના કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે જ કોરોનાકાળમાં કંપની તેના કર્મચારીઓને મહત્તમ 3 લાખ રૂપિયાનું બોનસ આપશે. એમ એક મીડિયા રિપોર્ટથી જાણ થઈ છે.

રિપોર્ટ પ્રમાણે મેનેજમેન્ટ અને ટાટા વર્કર્સ યુનિયન વચ્ચે થયેલ સમજૂતીના આધારે કંપનીએ આ વર્ષે 235.54 કરોડ રૂપિયાનું પ્રાવધાન બોનસ માટે રાખ્યું છે. કંપનીએ કહ્યું કે કોરોના સંકટના મુશ્કેલ સમયમાં પણ ટાટા સ્ટીલે તેની ત્રણ વર્ષની પ્રતિબદ્ધતાનું સન્માન કરતા કર્મચારીઓને આખું બોનસ આપવાનો નિર્ણય કર્યો છે. મેનેજમેન્ટ અને યુનિયન હાલની વાર્ષિક બોનસ યોજનામાં સુધારાથી સંમત છે. આ 2017-18, 2018-19 અને 2019-20 માટે માન્ય રહેશે. આ કંપનીના વિવિધ સ્થળે કામ કરતા લાયક અને પાત્ર કર્મચારીઓને મળશે.

રિપોર્ટ પ્રમાણે સમજૂતી મુજબ કર્મચારીઓને સરેરાશ બોનસ 1,10,914 રૂપિયા મળશે. જ્યારે વધુ હાજરીવાળા ઓલ્ડ ગ્રેડ કર્મચારીઓને 3,01,402 રૂપિયાનું બોનસ મળશે. જ્યારે એનએસ ગ્રેડમાં સૌથી વધુ હાજરીવાળા કર્મચારીઓને 84,496 રૂપિયા મળશે. જ્યારે તેમનું ન્યુનમત બોનસ 26,839 રૂપિયા નક્કિ કરવામાં આવ્યું છે. માહિતી પ્રમાણે ગત વર્ષની સરખામણીએ આ વખતે કુલ બોનસની રાશિમાં લગભગ 4 કરોડ રૂપિયા ઓછા છે. પરંતુ તેમ છતાં કર્મચારીઓના ખાતામાં વધુ મૂડી જશે.

આ વીડિયો પણ જુઓ: અમદાવાદ ગોતામાં બાળકીની હત્યા મામલે વિરોધ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન