કોરોનાકાળમાં લોકોની વહારે આવેલા સોનુ સૂદ પર IT સર્વે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • કોરોનાકાળમાં લોકોની વહારે આવેલા સોનુ સૂદ પર IT સર્વે

કોરોનાકાળમાં લોકોની વહારે આવેલા સોનુ સૂદ પર IT સર્વે

 | 1:03 am IST
  • Share

બોલિવૂડ અભિનેતા અને કોરોનાકાળમાં લોકોની મદદ કરીને મસીહા પુરવાર થયેલા સોનુ સૂદના ઘર પર બુધવારે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતંુ. એકાઉન્ટ બુકમાં ગોટાળાના આરોપ બાદ ઇન્કમટેક્સના અધિકારીઓ દ્વારા સોનુ સૂદના ઘર, ઓફિસ અને તેમની કંપનીઓ સાથે સંકળાયેલી કુલ છ જગ્યાઓ પર પ્રોપર્ટી વગેરે અંગે તપાસ કરવામાં આવી હતી. જો કે અધિકારીઓ દ્વારા ઘર કે ઓફિસમાંથી કોઇ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા નથી.  ઇન્કમટેક્સના કાયદા, ૧૯૬૧ની કલમ ૧૩૩ એ અંતર્ગત કરવામાં આવતા સર્ચ ઓપરેશનમાં ઇન્કમટેક્સ અધિકારીઓને જે ખાતાઓમાં ગરબડની શંકા જણાય તેવા ખાતાઓ અંગે તપાસ કરવામાં આવે છે. જેમાં જો જરૃર જણાય તો અધિકારી દસ્તાવેજ જપ્ત પણ કરી શકે છે.

સોનુ સૂદે કોરોનાકાળમાં લોકોની બે હાથે મદદ કરી હતી. સોનુ અને તેમની ટીમે મુશ્કેલીમાં ફસાયેલા લોકોને તેમના વતનમાં પહોંચાડવાથી લઇને લોકોની હોસ્પિટલથી લઇને દવા કે ખોરાક સુદ્ધાંની જરૃરિયાતો પૂરી કરી હતી. આ સિવાય સોનુએ ગુડ વર્કર જોબ એપ અને સ્કોલરશિપ જેવા પોગ્રામ પણ ચાલુ કર્યા છે. બીજી લહેરમાં ઓક્સિજનની તંગી સર્જાઇ હતી તેવું ફરી ના થાય માટે સોનુ દ્વારા દેશના ૧૬ શહેરોમાં ઓક્સિજન પ્લાન્ટ પણ લગાવવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો