જાણો, દુનિયાભરમાં ઉઘરાવાતા અલગ-અલગ ટેક્સ અંગે એક ક્લિક પર - Sandesh
  • Home
  • Business
  • જાણો, દુનિયાભરમાં ઉઘરાવાતા અલગ-અલગ ટેક્સ અંગે એક ક્લિક પર

જાણો, દુનિયાભરમાં ઉઘરાવાતા અલગ-અલગ ટેક્સ અંગે એક ક્લિક પર

 | 3:47 pm IST

વિશ્વના કેટલાક એવા દેશો જ્યાં સેક્સ અને મરવા પર પણ વેરા લાગે છે. આ ઉપરાંત અન્ય વિવિધ પ્રકારના વેરા વસુલ લેવાય છે, જે નીચે પ્રમાણે છે.

સેક્સ ટેક્સ
અમેરિકાના રોડ આઈલેન્ડમાં 1971માં આર્થિક કટોકટી સર્જાઈ હતી. આથી ડેમોક્રેટિક પાર્ટીના રાજ્યના ધારાસભ્ય બર્નાડ ગ્લેડસ્ટોને એક વિધેયક રજૂ કર્યું હતું. આ વિધેયકમાં સેક્સુઅલ ઈન્ટરકોર્સ કરનાર પાસેથી બે ડોલર વેરો લેવાની જોગવાઈ હતી. જોકે આ વેરાની વસુલાતમાં ક્યારેય બળજબરી કરાઈ નથી.

ડેથ રિવ્યૂ ટેક્સ
સિએટલમાં મરવું કરમુક્ત નથી. મૃત વ્યક્તિના સગાઓએ તબીબી ચકાસણી માટે અધિકારીને 50 ડોલર ફી ચુકવવી પડે છે. આ ફી ચુક્વ્યા પછી જ અધિકારી અંતિમ સંસ્કારની પરવાનગી આપે છે.

ટેટુ ટેક્સ
એરકાન્સામાં ટેટુ બનાવા માટે છ ટકા વેચાણ વેરો ચુકવવાનો હોય છે.

ટેનિંગ ટેક્સ
આ વેરો અટપટો છે. અમેરિકાની સરકારે ટેનિંગ પર વેરો લગાવ્યો છે. સમુદ્ર કિનારે ટેનિંગ કરાવનારને તેમાંથી મુક્તિ અપાઈ છે, પરંતુ ટેનિંગ સલુનમાં જનાર પાસેથી 10 ટકા વેરો વસુલ લેવાય છે.

હોટ એર બલુન ટેક્સ
કેન્સાસમાં હોટ એર બલુનની મજા માટે વેરો વસુલ કરાય છે. બલુનમાં મર્યાદીત મુસાફરી માટે વેરો વસુલ લેવાય છે પરંતુ બલુનમાં બેસી અન્ય રાજ્યમાં જવાનું હોય તો તે કરમુક્ત છે.