કમાણીનો હરખ, નહીં વેરાનું ભારણ ,  પાંચ પગલાં બધા જ સિટિઝન્સ માટે - Sandesh
  • Home
  • Featured
  • કમાણીનો હરખ, નહીં વેરાનું ભારણ ,  પાંચ પગલાં બધા જ સિટિઝન્સ માટે

કમાણીનો હરખ, નહીં વેરાનું ભારણ ,  પાંચ પગલાં બધા જ સિટિઝન્સ માટે

 | 1:46 pm IST

નવા વર્ષના આરંભ સાથે જ કરદાતાઓને વેરાબચતની ચિંતા સતાવે છે. અહીંયા આપણે વેરો બચાવે અને કમાણી કરાવે તેવા પાંચ રોકાણ વિકલ્પ પર દ્રષ્ટિપાત કરીશું.

ઈક્વિટી લિન્ક્ડ સેવિંગ્સ સ્કીમ (ઈએલએસએસ)

આ સ્કીમમાં છેલ્લાં ત્રણ વર્ષમાં રોકાણકારોને સરેરાશ 13.62 ટકા રિટર્ન મળ્યું છે. આ ઉપરાંત રૂ. 1.5 લાખ સુધીનું રોકાણ કલમ 80 સી હેઠળ વેરામુક્ત છે. આ સાથે રિટર્ન પણ કરમુક્ત છે.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ)

પીપીએફના વ્યાજ દરમાં દર વર્ષે ઘટાડો કરાય છે, આમછતાં રોકાણ માટે તે આકર્ષક વિકલ્પ મનાય છે. તેમાં રિટર્ન પણ વેરામુક્ત છે.

સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમ

નાની બચત યોજનાઓમાં સામેલ સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમના વ્યાજ દરમા ઘટાડો કરાયો નથી. જાન્યુઆરીથી માર્ચ 2018માં તેની પર 8.3 ટકા વ્યાજ મળશે. આ સ્કીમમાં 60 વર્ષ કે તેની વધારે વયના લોકો જ રોકાણ કરી શકે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના

10 વર્ષ કરતાં ઓછી વયની પુત્રી માટે આ યોજનામાં કરાયેલા રોકાણ પર 8.1 ટક વ્યાજ અપાય છે. આ દર પીપીએફ કરતાં વધારે છે. તેમાં એક વર્ષમાં ઓછામાં ઓછું રૂ. એક હજાર અને મહત્તમ રૂ. 1.5 લાખનું રોકાણ કરી શકાય છે.

યુનિટ લિંક્ડ ઈન્સ્યોરન્સ પ્લાન (યુલિપ)

યુલિપમાં છેલ્લાં પાચ વર્ષમાં 9.9થી 11.9 ટકા રિટર્ન મળ્યું છે. અનેક વીમા કંપનીઓએ પણ નીચા ભાવ સાથે યુલિપ લોંચ કર્યા છે. આ રોકાણમાં રોકાણકારોને સારું રિટર્ન મળે છે.