Taxpayer cannot be arrested merely on suspicion of tax evasion: High Court
  • Home
  • Ahmedabad
  • ટેક્સ ચોરીની શંકા માત્રથી કરદાતાની ધરપકડ કરી શકાય નહીં : હાઇકોર્ટ

ટેક્સ ચોરીની શંકા માત્રથી કરદાતાની ધરપકડ કરી શકાય નહીં : હાઇકોર્ટ

 | 2:31 am IST

CGST દ્વારા ધરપકડ કરવામાં આવે તેવી ભીતિ વ્યક્ત કરતી થયેલી રિટમાં હાઇકોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલા તથા જસ્ટિસ એ.સી. રાવની ખંડપીઠે ય્જી્ વિભાગને તાકીદ કરી છે કે, અરજદાર વેપારીની ધરપકડ કરવાના સખ્ત પગલાં નહીં લેવાનો આદેશ કરીને વધુ સુનાવણી ૧૮મી સપ્ટેમ્બર પર મુકરર કરી છે.

ખંડપીઠે પોતાના હુકમમાં નોંધ્યું છે કે, માત્ર ટેક્સ ચોરીની આશંકા માત્રથી કરદાતાની ધરપકડ કરી શકાય નહીં. હાઇકોર્ટની ખંડપીઠે અવલોકન કર્યું હતું કે, ઓથોરીટીએ કરદાતાની ધરપકડ કરવાની સત્તાનો ઉપયોગ હોમવર્ક કર્યા સિવાય કરવો જોઇએ નહીં. અરજદારની ધરપકડ નહીં કરવાનું નોંધીને જીએસટી વિભાગને નોટીસ પાઠવીને સમગ્ર બાબતે સ્પષ્ટતા કરવાનો પણ આદેશ કર્યો છે. અરજદાર વેપારી વિમલ ગોસ્વામીએ કરેલી રિટ અરજીમાં એવી આશંકા વ્યક્ત કરી છે કે, સીજીએસટીની ધારા ૬૯ની સત્તાનો ઉપયોગ કરીને ઓથોરિટી દ્રારા તેની ધરપકડ કરી લેવામાં આવશે.

જો એકવાર તેની ધરપકડ થઇ ગઇ અને તેને જેલમાં પૂરી દેવામાં આવે તો બે મહિના સુધી જેલની બહાર આવી શકે નહીં. જીએસટીના અધિકારીઓએ અરજદાર વેપારીના ઘરે ૧૯ જુલાઇએ સર્ચ ઓપરેશન કરીને કેટલાંક દસ્તાવેજો જપ્ત કર્યા હતા. ત્યારબાદ ૨૫ જુલાઇના રોજ તેમને હાજર રહેવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. ૨૬મી જુલાઇના રોજ સીલ ખોલવામાં આવ્યા હતા. ત્યારબાદ ૨૭ જુલાઇએ એક બીજું સમન્સ આપવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન