ટચૂકડા માલદીવ્સના રાષ્ટ્રપ્રમુખે ભારતને ડિંગો બતાવી દીધો – Sandesh
NIFTY 10,378.40 -73.90  |  SENSEX 33,774.66 +-236.10  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ટચૂકડા માલદીવ્સના રાષ્ટ્રપ્રમુખે ભારતને ડિંગો બતાવી દીધો

ટચૂકડા માલદીવ્સના રાષ્ટ્રપ્રમુખે ભારતને ડિંગો બતાવી દીધો

 | 2:41 am IST

માલે, તા.૮

હિંદ મહાસાગરમાં આવેલા નાનકડા ટાપુ દેશ માલદીવ્સમાં ચાલી રહેલી સત્તાની લડાઇમાં પ્રભુત્વ મેળવી લેનારા રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને મદદ માટે મિત્ર દેશો સામે હાથ લંબાવવાનો નિર્ણય કર્યો છે. આૃર્યની વાત એ છે કે યામીને અત્યાર સુધી માલદીવ્સનો સૌથી ગાઢ મિત્ર રહેલા ભારતની મદદ માગવાને સ્થાને ચીન, પાકિસ્તાન અને સાઉદી અરબની મદદ માગી છે. તેમણે ચીન, પાકિસ્તાન અને સાઉદી અરબ માટેના રાજદૂતોની જાહેરાત પણ કરી છે. આ રાજદૂતો ચીન, પાકિસ્તાન અને સાઉદી અરબની મુલાકાત લઈ માલદીવ્સની હાલની સ્થિતિ અંગે માહિતી આપશે. માલદીવ્સે આ મામલામાં ભારતનો કોઈ સંપર્ક કર્યો નથી.

આ જાહેરાત કરાઈ તેના થોડા જ કલાકો પહેલાં ચીને ભારતને માલદીવ્સમાં કોઈપણ પ્રકારનું લશ્કરી પગલું નહીં લેવા ચેતવણી આપી હતી. ચીને જણાવ્યું હતું કે જો ભારત દ્વારા લશ્કરી પગલું લેવાશે તો સ્થિતિ વધુ જટિલ બની જશે. રાષ્ટ્રપતિ યામીને માલદીવ્સના આર્થિક વિકાસ મંત્રી મોહમ્મદ સઇદને ચીન, વિદેશ મંત્રી ડો. મોહમ્મદ અસીમને પાકિસ્તાન અને કૃષિ મંત્રી ડો મોહમ્મદ શાઇનીને સાઉદી અરબ મોકલ્યાં છે.  બીજી બાજુ માલદીવ્સના દેશનિકાલ કરાયેલા પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નાશીદે ભારતને મુક્તિદાતાની ભૂમિકા ભજવવા અને દેશમાં સર્જાયેલી રાજકીય કટોકટીનો અંત લાવવા લશ્કરી પગલાં લેવાની અપીલ કરી છે.

એક્ટ ઇસ્ટ પોલિસીનો ધમધમાટ કરતી મોદી સરકારને ફટકો

મોદી સરકાર વિદેશ નીતિમાં મોટા બદલાવ સાથે એક્ટ ઇસ્ટ પોલિસી પર કામ કરી રહી હોવાના દાવા કરે છે પરંતુ માલદીવ્સ જેવો નિકટનો પાડોશી દેશ પણ ચીનના ખોળામાં બેસી ગયો છે. માલદીવ્સ સાથે ભારતના ઐતિહાસિક સંબંધો રહ્યા હોવા છતાં ચીનના વધતા પ્રભાવ સામે ભારતને પીછેહઠ કરવી પડી છે. ચીને માલદીવ્સના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં મોટા પાયે રોકાણ કરેલાં છે. પાકિસ્તાન પછી માલદીવ્સ બીજો એક દેશ છે જેની સાથે ચીને મુક્ત વેપારના કરાર કરેલા છે. માલદીવ્સના રાષ્ટ્રપતિ યામીન ચીનની ઘણી નજીક હોવાનું મનાય છે. તેઓ ચીનના વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટને સમર્થન આપી ચૂક્યા છે. સાઉદી અરબે પણ માલદીવ્સમાં મોટાપાયે રોકાણો કરેલાં છે. હિંદ મહાસાગરમાં ભારતને ઘેરવા માટે ચીને માલદીવ્સને પોતાની સોડમાં બેસાડયું છે.

;