દેશની આ દિગ્ગજ આઈટી કંપનીમાં 85% ઘટી ગઈ નવી નોકરીઓ - Sandesh
  • Home
  • Business
  • દેશની આ દિગ્ગજ આઈટી કંપનીમાં 85% ઘટી ગઈ નવી નોકરીઓ

દેશની આ દિગ્ગજ આઈટી કંપનીમાં 85% ઘટી ગઈ નવી નોકરીઓ

 | 8:20 pm IST

જોબ-ક્રિએટિંગ મશીન તરીકે ઓળખાતી દેશની દિગ્ગજ આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (ટીસીએસ) હવે આ સ્ટેજ પર કમજોર પડી રહી છે. કંપની આ નાણાકિય વર્ષના શરૂઆતના નવ મહિનામાં માત્ર 3,657 નવી નોકરી આપી શકી છે. આ આંકડો ગત વર્ષે આજ સમયગાળા દરમિયાન આપવામાં આવી નોકરીની સરખામણી કરતા 85 ટકા ઓછી છે, જ્યારે 24,654 નોકરી આપી હતી.

જો કે, ઈન્ડસ્ટ્રીના કેટલાંક નિષ્ણાતોનું કહેવું છે તે કેમ્પસોમાં નવી નોકરીઓ આપવી હવે જુની વાતો થઈ ગઈ છે કારણ કે, કંપનીઓ ખાસ કરીને ડિજીટલ ટેકનોલોજીના સમયમાં સામાન્ય કાર્યો માટે ઓટોમેશન લાગૂ કરી રહી છે. તેમજ મુખ્યા વાત એ છે કે ટેલેન્ટને આધારે નોકરી આપવામાં આવી રહી છે.

ટીસીએસનાં એક્ઝીક્યૂટિવ વાઈસ પ્રેસિડેન્ટ અને હ્યયૂમન રિસોર્સના ગ્લોબલ હેડ અજય મુખર્જીએ કહ્યું કે, એક વર્ષ પહેલાં અમે એડવાન્સ કેપેસિટી બિલ્ડીંગ કરી રહ્યા હતા. અમે 40,000 કેમ્પસ ઓફર્સ કર્યા. અમે વર્કફોર્સમાં 78,912 લોકોને નોકરી આપી અને કુલ 33,000થી 34,000 કરતા વધારે નોકરીઓ આપી છે.