GST Council: Tea and Coffee Will Be Costly Form Now On
  • Home
  • Featured
  • GST કાઉન્સિલમાં નિર્ણય: હોટલમાં રહેવાનું થયું આટલું સસ્તુ, ચા અને કૉફી થયા મોંઘા

GST કાઉન્સિલમાં નિર્ણય: હોટલમાં રહેવાનું થયું આટલું સસ્તુ, ચા અને કૉફી થયા મોંઘા

 | 9:58 pm IST

GST કાઉન્સિલની 37મી બેઠકથી ઠીક પહેલા બૂસ્ટર ડોઝ આપ્યો હતો. જો કે તેના ઠીક પછી જીએસટી કાઉન્સિલે કૈફિનેટેડ ડ્રિંક્સ પર GST દરોને વધારીને ઝાટકો આપ્યો છે. આ નિર્ણય પછી હવે કૈફિનેટેડ ડ્રિંક્સ પર લાગનારા 18 ટકાનો જીએસટી વધારીને 28 ટકા કરી દીધો છે. આ સાથે જ કૈફિનેટડ ડ્રિંક્સ પર 12 ટકાનો સેસ પણ લાગ્યો છે. કૈફિનેટેડ ડ્રિંક્સ એ હોય છે, જેમાં કેફીનની માત્રા હોય છે. સામાન્ય રીતે કૉફી અને ચા સહિતનાં ઘણા એનર્જી ડ્રિંક્સમાં કેફીન મળી આવે છે. કેફીન આપણા મગજ અને નર્વસ સીસ્ટમ પર અસર કરે છે.

 રૂ. 1000 સુધીના ભાડા પર કોઇ GST નહીં લાગે

GST કાઉન્સિલની બેઠકમાં પણ અગત્યનાં નિર્ણય લેવામાં આવ્યા છે. રિપોર્ટ પ્રમાણે કાઉન્સિલે રૂ.7500થી ઓછા હોટલ રૂમનાં ભાડા પર 12 ટકા GSTની મંજૂરી આપી છે. આ ઉપરાંત 7500થી વધારેનાં ભાડા પર GST 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રૂ. 1000 સુધીના ભાડા પર કોઇ GST નહીં લાગે. કેફીન વાળા પીણા પર જીએસટી વધારવાની ભલામણ સ્વીકારવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે તેમાં 18 ટકામાંથી 12 ટકા જીએસટી સાથે 28 ટકા દર લાગૂ કરવાની મંજૂરી કાઉન્સિલે આપી છે.

આઉટડોર કેટરિંગ પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ વિના 5 ટકા GST રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોટરી ટિકિટ પર એક દર રાખવાનો નિર્ણય ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ પાસે વિચારણા માટે મોકલવામાં આવ્યો છે.

આ વિડીયો પણ જુઓ: સરકારની જાહેરાત બાદ શેરબજારમાં ઉછાળો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન