Tea Vender Confirm Corona Positive Near Matoshree
  • Home
  • Corona live
  • માતોશ્રીની પાસે કોરોનાથી હાહાકાર, ઠાકરે પરિવારની સુરક્ષાનો સ્ટાફ તાબડતોડ બદલાઇ ગયો

માતોશ્રીની પાસે કોરોનાથી હાહાકાર, ઠાકરે પરિવારની સુરક્ષાનો સ્ટાફ તાબડતોડ બદલાઇ ગયો

 | 1:29 pm IST

કોરોનાનું સંક્રમણ ભારતમાં ધીમે ધીમે વધી રહ્યું છે. આ કોરોના વાયરસે ઠાકરે પરિવારને પણ હચમચાવી દીધો છે. વાત એમ છે કે બાંદ્રાના કલાનગર વિસ્તારમાં માતોશ્રી નજીક ચા વેચતી એક મહિલા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. દુકાનનો સ્ટાફ ઉદ્ધવ ઠાકરેના બંગલે માતોશ્રીમાં અવર જવર કરતો હતો. હવે માતોશ્રીમાં રહેલા બધા સ્ટાફનો કોરોના ટેસ્ટ થશે. જી હા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેમના પરિવારના સભ્યો માટે કામ કરતાં 150થી વધુ કર્મચારીઓનું કોરોના પરીક્ષણ કરવામાં આવશે. તમામ લોકોના નમૂના લેવામાં આવ્યા છે. તદઉપરાંત માતોશ્રી નજીકના આખા વિસ્તારમાં સેનિટાઈઝેશન કરવામાં આવ્યું છે. ઠકારે પરિવારની સુરક્ષામાં તૈનાત સ્ટાફને પણ તાબડતોડ બદલી નાંખવામાં આવ્યો છે.

હકીકતમાં, માતોશ્રીની સામે ચા વેચતી એક મહિલા કોરોના પોઝિટિવ મળી આવી છે. બાંદ્રાના કલાનગર વિસ્તારમાં આ મહિલાની દુકાન પર મુખ્યમંત્રીને મળવા આવનારા લોકો ઉપરાંત અન્ય મુંબઈના લોકો પણ અવરજવર કરે છે. આ સિવાય માતોશ્રીની સુરક્ષામાં રહેલા મુંબઈ પોલીસના જવાનો અહીં ચા પીવા આવ જા કરતા હતા.

પોલીસે હવે આ વિસ્તારને સીલ કરી દીધો

માતોશ્રી નજીક કોરોના વાયરસ મળવાના સમાચાર આખા મુંબઇમાં જંગલમાં પ્રસરેલી આગની જેમ ફેલાઈ ગયા છે. BMCનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, આ ક્ષેત્રમાં અત્યાધુનિક મશીનો દ્વારા સ્વચ્છતા કરવામાં આવી હતી. પોલીસે હવે આ વિસ્તારને સીલ કરી દીધો છે અને લોકોની અવરજવર થોડાંક દિવસો માટે રોકી દેવામાં આવી છે.

આ વીડિયો પણ જુઓ : એક શ્વાનનું કોરોનાના કારણે મોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન