Teacher crying because his stolen tha students gift brand new pair shoes video viral
  • Home
  • Featured
  • ચોંધાર આંસુએ રડી પડ્યા આ શિક્ષક, વિદ્યાર્થીઓએ તેમના માટે કર્યું એવું કે…

ચોંધાર આંસુએ રડી પડ્યા આ શિક્ષક, વિદ્યાર્થીઓએ તેમના માટે કર્યું એવું કે…

 | 10:45 am IST

કોણ-કોણ એવા લોકો છે જેમણે સ્કૂલ ટાઇમમાં ખૂબ માર પડ્યો છે. તમને ટીચરની યાદ, સ્કૂલમાં કરેલી મસ્તી તોફાન પણ આવતા હશે. સ્કૂલ ટાઇમ હાલ ઘણા લોકો મિસ કરતા હોય છે. ત્યારે એક શિક્ષકનો એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તમેને શિક્ષકને જોઇને તમારી સ્કૂલ લાઇફ યાદ આવી જશે.

આ વીડિયોના ટ્વિટર યૂઝર Emma Mitchell એ શેર કર્યો છે. તેને લખ્યું છે કે મારા ફેવરિટ ટીચરના જૂતા ચોરી થઇ ગયા હતા. તો મેં મારા ક્લાસના કેટલાક મિત્ર સાથે પૈસા લીધા અને ભેગા કરીને નવા જૂતા તેમને ગિફ્ટ કર્યા. શરૂઆતમાં તમને આ વીડિયો નોર્મલ લાગી શકે છે. પણ બાળકો દ્વારા આપવામાં આવેલા આ ગિફ્ટ જોઇ શિક્ષકની આંખમાં આંસુ આવી જાય છે. તે રડવા લાગે છે. એટલામાં બાળકો તેમને ગળે લગાવી લે છે. ખરેખર આ એક મિનિટ 12 સેકન્ડનો વીડિયો જોઇ તમે પણ રડવા લાગશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન