Teachers complain against corruption a education in Junagadh
  • Home
  • Gujarat
  • જૂનાગઢ: શિક્ષણમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે શિક્ષકે બાયો ચડાવી

જૂનાગઢ: શિક્ષણમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે શિક્ષકે બાયો ચડાવી

 | 2:57 pm IST

શિક્ષણમાં ચાલતા ભ્રષ્ટાચાર અને ગ્રાન્ટેડ શાળાના સંચાલકો મનમાની કરી રહ્યાં હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢના એક શિક્ષક દ્વારા તેના ટ્રસ્ટીઓ સામે જંગ શરુ કર્યો છે. અને ટ્રસ્ટીઓની દાદાગીરી સામે તેના જ શિક્ષકે બાયો ચડાવી કાનૂની લડાઈ શરુ કરી છે. આવો જાણીએ તેની સમગ્ર હકીકત.

આ શિક્ષક મહામહેનતે ટેટ-ટાટની પરીક્ષા પાસ કરી જુનાગઢના ભવનાથમાં આવેલ મીનરાજ સ્કૂલમાં નોકરી માટે નિમણુક પામ્યા હતા. પરંતુ હવે શિક્ષકોની ભરતી સીધી રાજ્ય સરકાર કરે છે. એટલે પહેલાની જેમ ટ્રસ્ટીઓ ભલામણ કે પેસા લઈ ભરતી કરતા નથી.

તેમ છતાં જુનાગઢ શિક્ષક યજ્ઞદતભાઈ અઢિયા પાસેથી આ ગ્રાન્ટેડ સ્કૂલના ટ્રસ્ટી દાદુભાઈ કનારાએ રૂ. 15 લાખની માંગણી કરી હતી. જો 15 લાખ નહી આપે તો નોકરી સરખી રીતે નહી કરી શકે તેવી ધમકી પણ આપી હતી.

દોઢ વર્ષ દરમિયાન અનેકવાર ધાક-ધમકી ટ્રસ્ટીઓ દ્વારા આપવામાં આવી હતી. પરંતુ તેમની ધમકીઓને વશ ન થતા અને પોતાની પાસે આટલા પૈસા ન હોવાની સ્પષ્ટ જણાવ્યા છતાં પણ શિક્ષક પાસેથી ટ્રસ્ટીઓએ પઠાણી ઉઘરાણાની માંગણી ચાલુ રાખી હતી.

અને શિક્ષક યજ્ઞદતભાઈને કોઈ પીરીયડ લેવા નહી અને હાજરી પત્રકમાં સહી કરવા ન દેતા હતા અને અંતે તેમને નિયમ મુજબ હાજરી પૂરી ન થાય એટલે શિક્ષકને ડીસમીસ કરી દીધા છે. અને તેઓ ટ્રીબ્યુનલમાં કેસ કર્યો છે.

તેમજ મીનરાજ સ્કૂલના ટ્રસ્ટી દાદુભાઈ કનારાએ આ તમામ બાબતોને રદિયો આપ્યો છે. અને આ શિક્ષકની આવડત ન હોવા છતાં સાયન્સના ક્લાસ લેવા દીધા હતા. શિક્ષક યજ્ઞદતભાઈ અઢિયા થોડા માનસિક બીમાર પણ છે તેવું જણાવ્યું હતું અને સરકારના નિયમ મુજબ જ અમે કાર્યવાહી કરી છે.

આમ, એક તરફ રાજ્ય સરકાર ગ્રાન્ટેડ શાળાઓમાંથી ભરતી કરવાની સત્તા ટ્રસ્ટીઓ પાસેથી ખેંચી લીધી છે. પરંતુ હજુ પણ આ પ્રથા રાજ્યમાં ચાલુ જ છે. શિક્ષકો પોતાની આજીવિકા માટે મૂંગા મોઢે ટ્રસ્ટીઓને પૈસા આપી દે છે. ત્યારે યજ્ઞદત અઢિયા જેવા અમુક લોકો જ આવા ટ્રસ્ટીઓ સામે બાથ ભીડે છે.