Teachers drink alcohol at Sabarkantha
  • Home
  • Gujarat
  • શિક્ષણ દારૂના રવાડે, વિદ્યાર્થીઓના ભવિષ્યનું સિંચન કરનારાની ‘મહેફિલ’

શિક્ષણ દારૂના રવાડે, વિદ્યાર્થીઓના ભવિષ્યનું સિંચન કરનારાની ‘મહેફિલ’

 | 3:17 pm IST

ગુજરાત જ્યા ભણતર માટે નીતિ નિયમો અને ટેકનોલોજી સાથે કદમ મિલાવી રહી છે. ત્યારે પાયાના શિક્ષણ માટે માત્ર વાતો જ છે. જેમકે સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં પોશીના તાલુકામાં જયાં શિક્ષકના ક્વાટર્સમાં માત્ર નામ જ છે બાકી અહીં દારૂનો અડ્ડો છે.

આધુનિક યુગમાં જ્યા શિક્ષણમાં પાયાનું મહત્વ હોય છે. પણ શિક્ષક જ ખુલ્લે આમ જો દારૂની મહેફિલ માણતો હોય તો આવનાર ભવિષ્ય કેવું હશે. આ વાત છે સાબરકાંઠા જિલ્લાની કે જયાં પોશીના તાલુકાના શિક્ષક કે જે જ્યા સંદેશના કેમેરામાં ઝડપાયા દારૂની મહેફિલ માણતા શિક્ષક.

શિક્ષકોને રહેવા માટે ગવર્મેન્ટ કવાટર્સ આપ્યા છે, ત્યાં તો માત્ર કચરાના ઢગ અને મનફાવે તે લોકો રહી શકે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. અહીંયા બારી બારણાં તોડાયેલા છે. કેમ કરોડોના ખર્ચ કરીને આ જગ્યા બનાવવામાં આવી છે. છતાં આ જગ્યાઓ પર સરકારી શિક્ષક બાળકોના ભવિષ્યનું સિંચન કરવાની જગ્યાએ દારૂની મહેફિલ માણવામાં આવે છે.

કેમેરા સામે પુછવામાં આવ્યું છે કે આ લોકો કોણ છે તો શિક્ષક જવાબ આપે છે કે મહેમાન આવ્યા છે. પણ આ દારૂની મહેફીલોને કોણ રોકશે. આ જોતા તાજેતરમાં પોશીના અને ખેડબ્રહ્મા વિસ્તારમાં હાલ શિક્ષણ ખાડે ગયું હોય તેવું કહી શકાય તો નવાઈ નહિ.