Teachers take selfies of khadi purchase and give proof to education department
  • Home
  • Featured
  • શિક્ષકોએ ખાદી ખરીદીની સેલ્ફી લઈ શિક્ષણ વિભાગને પુરાવો આપવો પડશે

શિક્ષકોએ ખાદી ખરીદીની સેલ્ફી લઈ શિક્ષણ વિભાગને પુરાવો આપવો પડશે

 | 6:00 am IST
  • Share

  • શિક્ષકો 25 ઓક્ટોબરે ખાદી ખરીદે તે માટે સરકારનો તઘલખી ‘હઠાગ્રહ’

  • પોરબંદરના ઉત્સાહીએ તો શિક્ષણ વિભાગનો ફતવો ફરતો પણ કરી દીધો

ખાદીના નામે વાહવાહી ખાટવા માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે 25 ઓક્ટોબરના રોજ ખાદી ખરીદવા અંગેની જાહેરાત કરી હતી. આ પ્રકારની જાહેરાતનો વર્ષ-2017માં ફીયાસ્કો થયો હતો. જેથી આ વર્ષે મોટા પ્રમાણમાં ખાદીની ખરીદી થાય તેના માટે નવી સરકારના નવા શિક્ષણમંત્રીના આદેશથી શિક્ષણ વિભાગ શિક્ષકો પર દબાણ કરી રહ્યું હોવાનુ સુત્રો જણાવી રહ્યાં છે. ખાદી ખરીદી કર્યાંનો બિસાબ પણ શિક્ષકો પાસે માગવામાં આવી રહ્યો છે. જેમાં શિક્ષકોએ સાબીતી માટે ખાદી ખરીદીની સેલ્ફી લઈ શિક્ષણ વિભાગને પુરાવો આપવો પડશે. ઝડપથી વ્હાલા થવા માટે પોરબંદરના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તો શિક્ષકોને પરિપત્ર દ્વારા સુચના પણ આપી દીધી છે.   ડીપીઈઓએ પરિપત્રમાં જણાવ્યુ છે કે, 25 ઓક્ટોબર સુધીમાં આપની શાળાના તમામ શિક્ષકો વધુમાં વધુ ખાદીની ખરીદી કરે તે માટે મહત્તમ પ્રયત્નો કરવાના રહેશે.

ડીપીઈઓએ કરેલા પત્રમાં ખાદી ખરીદીની સાબિતી માટે ફોટો મોકલવાની તો સુચના આપી છે પરંતુ તેની સાથે સાથે કેટલા રૂપિયાની ખાદી ખરીદી તેનો પણ હિસાબ માગ્યો છે. રોજે રોજ ખાદીની ખરીદી કરેલ લગત તમામની સંખ્યા મોકલવાની રહેશે અને તે પ્રમાણે કિંમત પણ રોજે રોજની દર્શાવવાની રહેશે.ખાદીની ખરીદીમાં મોટો ઉછાળો આવ્યો તે બતાવવા આ બધા તિકડમ થઈ રહ્યા હોવાનું ઘણા માને છે

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો