સર, પ્લીઝ ના જાઓને, ટ્રાન્સફર પર ટીચરને રોકવા આખી સ્કૂલના વિદ્યાર્થીઓ હીબકે ચઢ્યા - Sandesh
  • Home
  • Featured
  • સર, પ્લીઝ ના જાઓને, ટ્રાન્સફર પર ટીચરને રોકવા આખી સ્કૂલના વિદ્યાર્થીઓ હીબકે ચઢ્યા

સર, પ્લીઝ ના જાઓને, ટ્રાન્સફર પર ટીચરને રોકવા આખી સ્કૂલના વિદ્યાર્થીઓ હીબકે ચઢ્યા

 | 11:32 am IST

સ્કૂલમાં અભ્યાસ દરમ્યાન દરેક લોકો માટે કોઇને કોઇ ફેવરિટ ટીચર હોય છે. સ્વાભાવિક તેમના ક્લાસમાં રહેનાર તમામને સારું લાગે છે. એવામાં જો તેમના ટીચરને કોઇ બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવે તો સ્વાભાવિક છે બાળકોને ગમે નહીં, પરંતુ પોતાના ફેવરેટ ટીચરને રોકવા માટે રીતસરનું આંદોલન કરવામાં આવે તે ખરેખર અનોખી ઘટના છે.

વાત છે તામિલનાડુની એક સરકારી સ્કૂલના શિક્ષકની. અહીંના તિરૂવલ્લુરના વેલિયાગરામની સ્કૂલમાં બાળકોને ખબર પડી કે તેમના શિક્ષકની બીજી જગ્યાએ ટ્રાન્સફર થઇ ગઇ છે તો બાળકોને ખૂબ જ ખરાબ લાગવું તે સ્વાભાવિક છે, પરંતુ પોતાના ફેવરિટ ટીચર માટે આંદોલન ઉભું કરવાનું શરૂ કરી દીધું.

આ મામલો ઉત્તર ચેન્નાઇના તિરૂવલ્લુરના વેલિયાગરામના સરકારી હાઇસ્કૂલનું છે. બુધવારના રોજ આ સ્કૂલમાં એ સમયે એક વિચિત્ર સ્થિતિ બની ગઇ જ્યારે અહીંના સ્ટુડન્ટસને એ વાતની ખબર પડી કે તેમના ઇંગ્લિશ ટીચર જી.ભગવાનની બદલી આ એરિયાની બીજી સ્કૂલમાં થઇ ગઇ છે. ત્યારબાદ લગભગ 100થી વધુ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ પોતાના ટીચરને પકડી લીધા. જાણે ટીચરને રીતસરના બંધક બનાવ્યા હોય તેવો માહોલ ઉભો થયો હતો.

કોણ છે જી.ભગવાન
જી.ભગવાન સરકારી સ્કૂલમાં અંગ્રેજીના શિક્ષક છે. તેઓ 6થી લઇ 10માં ધોરણના વિદ્યાર્થીઓને અંગ્રેજીનો વિષય ભણાવતા હતા. જી.ભગવાન બાળકોને એક શિક્ષક તરીકે નહીં પરંતુ પોતાના બાળકોની જેમ સારી રીતે ભણાવતા તેઓ બધાના ફેવરિટ શિક્ષક હતા. બુધવારે જ્યારે તેમની વિદાય થઇ ત્યારે બાળકોએ આ એદશની વિરૂદ્ધ આંદોલન છેડ્યું. વિદ્યાર્થીઓના માતા-પિતા પણ બાળકો સાથે જોડાઇ ગયા.

આ અંગે સ્કૂલના પ્રિન્સિપલ અરવિંદનના મતે આંદોલન કરી રહેલા બાળકોના માતા-પિતાને ટ્રાન્સફરના નિયમ અંગે સમજાવતા તેઓ સમજી ગયા. પરંતુ બાળકો હજુ જિદ્દે ચઢ્યા છે. આથી પ્રિન્સિપાલે તેમના વિસ્તારના ધારાસભ્યને જણાવી ટ્રાન્સફર રોકાવાની માંગણી કરી અને 10 દિવસ ટ્રાન્સફર ટાળવાનું કહ્યું છે.

આ અંગે જી.ભગવાને કહ્યું કે ટ્રાન્સફરના દિવસે જ્યારે હું ઓફિસમાંથી નીકળી રહ્યો હતો ત્યારે બાળકોએ મને ઘેરી લીધો. તેમણે મારા સ્કૂટરની ચાવી લઇ લીધી. એકે તો મારી બેગ જ છીનવી લીધી. તેઓ મને પકડીને રડવા લાગ્યા. તેઓ મને ખેંચીને કલાસરૂમમાં લઇ ગયા. મેં અહીં માત્ર પગાર જ કમાયો નથી, પરંતુ લોકોનો પ્રેમ અને સમ્માન પણ કમાયો છે.