ટીમ ઈન્ડિયાનું પોર્ટ એલિઝાબેથમાં સ્વાગત, હાર્દિક પંડયા ઉલલલલા.... - Sandesh
NIFTY 10,354.90 -42.55  |  SENSEX 33,717.09 +-127.77  |  USD 65.0650 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ટીમ ઈન્ડિયાનું પોર્ટ એલિઝાબેથમાં સ્વાગત, હાર્દિક પંડયા ઉલલલલા….

ટીમ ઈન્ડિયાનું પોર્ટ એલિઝાબેથમાં સ્વાગત, હાર્દિક પંડયા ઉલલલલા….

 | 11:54 am IST

 

હાલમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે છ વન ડેની શ્રેણી રમાઈ રહી છે. ભારતે છમાંથી ત્રણ વન ડે જીતી છે અને દક્ષિણ આફ્રિકાનો એક વન ડેમાં વિજ્ય થયો છે. આમ શ્રેણીમાં ભારત 3-1થી આગળ છે.

પાંચમી વન ડે માટે ટીમ ઈન્ડિયા પોર્ટ એલિઝાબેથ આવી પહોંચી ત્યારે ભવ્ય સ્વાગત કરાયું હતું. વિશિષ્ટ સ્વાગતને લીધે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પણ ખુશખુશાલ દેખાતા હતાં. ટીમ ઈન્ડિયા હોટલમાં જતી હતી ત્યારે ખાસ પ્રકારે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અંગેના વાયરલ થયેલા વીડિયોમાં ટીમ ઈન્ડિયાના ખેલાડી હાર્દિક પંડ્યા ડાન્સ કરતાં દેખાતા હતાં.

બીસીસીઆઈએ પોસ્ટ કરેલા વીડિયો સાથે લખવામાં આવ્યું હતું કે પાંચમી વન ડે માટે પોર્ટ એલિઝાબેથ પહોંચતા ટીમ ઈન્ડિયાનું પરંપરાગત સ્વાગત કરાયું હતું. 1992 પછી ભારતે દક્ષિણ આફ્રિકા સામે પોર્ટ એલિઝાબેથના સેન્ટ જ્યોર્જ પાર્કમાં ચાર વન ડે રમી છે અને ચારેય મેચ ભારત હારી ગયું છે. 2018માં ટીમ ઈન્ડિયા જોરદાર ફોર્મમાં છે અને 3-1થી આગળ હોવાને લીધે શ્રેણી પર કબજો મેળવવા માટે રમશે.

પોર્ટ એલિઝાબેથમાં જીત મળશે તો ટીમ ઈન્ડિયાનો શ્રેણી વિજય થશે. ટીમ ઈન્ડિયા આ ગ્રાઉન્ડમાં પ્રથમવાર જીત મેળવશે તો પણ દક્ષિણ આફ્રિકામાં પ્રથમવાર શ્રેણી જીતશે.