સેહવાગે કર્યો મોટો ખુલાસો, જો વિરાટનું ચાલે તો હું જ હોત... - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • સેહવાગે કર્યો મોટો ખુલાસો, જો વિરાટનું ચાલે તો હું જ હોત…

સેહવાગે કર્યો મોટો ખુલાસો, જો વિરાટનું ચાલે તો હું જ હોત…

 | 8:42 pm IST

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે સોમવારે કહ્યું કે, કેપ્ટન ભલે ટીમનો સર્વેસર્વા હોય, પણ કેટલાક મામલે તેની ભૂમિકા માત્ર અભિપ્રાય આપનારી જ હોય છે. આ જ કારણ છે કે, વિરાટ કોહલીના સમર્થન છતાં તે ટીમ ઇન્ડિયાનો કોચ ન બની શક્યો. અનિલ કુંબલેએ કેપ્ટન કોહલી સાથે વણસેલા સંબંધોને કારણે મુખ્ય કોચપદ છોડ્યા બાદ સેહવાગ પણ તેના દાવેદારોમાં હતો. જોકે સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણની ત્રણ સભ્યની ક્રિકેટ સલાહકાર સિમિતિએ રવિ શાસ્ત્રીના નામ પર પસંદગી ઉતારી હતી, જેઓ એક વર્ષ પહેલાં કુંબલે સાથેની હરીફાઈમાં પાછળ રહી ગયો હતો. સેહવાગે કહ્યું છે કે, ‘કેપ્ટનની ટીમ સાથે સંકળાયેલા વિભિન્ન નિર્ણય પર અસર કરે છે, પરંતુ કેટલાક મામલે અંતિમ નિર્ણય તેનો હોતો નથી.’

સેહવાગે મેરઠમાં એક કાર્યક્રમમાં કહ્યું કે, ‘કોચ અને પસંદગીમાં કેપ્ટનની ભૂમિકા હંમેશાં અભિપ્રાય આપનારી હોય છે. વિરાટ કોહલીની ઇચ્છા હતી કે, હું ભારતીય ટીમનો કોચ બનું. જ્યારે કોહલીએ સંપર્ક કર્યો ત્યારે મેં તેને આવેદન આપ્યું હતું, પરંતુ હું કોચ ન બન્યો.’એવામાં તમે કઈ રીતે કઈ શકો કે દરેક નિર્ણયમાં કેપ્ટનની મરજી હોય છે.’ સેહવાગ વિષે કહેવામાં આવ્યું હતું કે, તેમણે એક રેખા અનુસાર કોચ માટે આવેદન મળ્યું હત, પરંતુ સેહવાગે ના પાડી હતી.