Team India enjoing in England before Semi Final Match
  • Home
  • Featured
  • સેમીફાઇનલ પહેલા ટીમ ઈન્ડિયાની મસ્તી, ઈંગ્લેન્ડમાં ફરી આ રીતે કર્યું એન્જોય

સેમીફાઇનલ પહેલા ટીમ ઈન્ડિયાની મસ્તી, ઈંગ્લેન્ડમાં ફરી આ રીતે કર્યું એન્જોય

 | 10:02 am IST

ભારતીય ક્રિકેટ ટીમ આઈસીસી વર્લ્ડ કપમાં તેની છેલ્લી લીગ મેચ શનિવારે ઈંગ્લેન્ડના હેડિંગ્લે મેદાન પર શ્રીલંકા વિરુદ્ધ રમશે. જોકે આ પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ શહેરમાં ફરી અને એન્જોય કરી હળવાશની પળો માણી હતી. જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. હાર્દિક પંડ્યાએ મહેન્દ્ર સિંહ ધોની અને મયંક અગ્રવાલ, ઋષભ પંત, જસપ્રીત બુમરાહ સાથે એક ફોટો શેર કરી અને કેપ્શનમાં લખ્યું કે,‘બોઈઝ ડે આઉટ’.

જોકે આ પહેલા ધોનીની એક ફોટો જેમાં તેના અંગૂઠામાંથી ખૂન નીકળી રહ્યું હતું તે ઘણી વાયરલ થઈ હતી. આ ફોટોને લઈ ધોનીના બહાર થવાની અટકળો ગરમાઈ હતી. પરંતુ હવે એવી માહિતી મળી છે કે ધોનીની ઈજા સારી થઈ છે અને કોઈ ચિંતાની વાત નથી. બીજી તરફ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પણ પત્ની અનુષ્કા શર્મા સાથે એક ફોટો ટ્વિટર પર શેર કરી હતી. આ ફોટોના કેપ્શનમાં લખ્યું કે,‘મિસ્ટર એન્ડ મિસ’. ઉપરાંત બોલર યુઝવેન્દ્ર ચહલ પણ માતા-પિતા સાથે ઈંગ્લેન્ડમાં ફરવા નીકળ્યો હતો જેની એક તસવીર તેને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન