team-india-firts-time-win-test-series-in-australia-made-several-records
  • Home
  • Sports
  • Cricket
  • INDvsAUS: 72 વર્ષ બાદ ભારતે મેળવી ઐતિહાસિક જીત, આ રેકૉર્ડ કર્યા ટીમના નામે

INDvsAUS: 72 વર્ષ બાદ ભારતે મેળવી ઐતિહાસિક જીત, આ રેકૉર્ડ કર્યા ટીમના નામે

 | 2:33 pm IST

ઑસ્ટ્રેલિયામાં રમાયેલી ભારત-ઑસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીમાં ભારતે 72 વર્ષ બાદ ઐતિહાસિક સફળતા મેળવી છે. આઝાદી બાદ વર્ષ 1947-48માં ભારત અને ઑસ્ટ્રેલીયા વચ્ચે પ્રથમ ટેસ્ટ શ્રેણી રમાઇ હતી જેનું સુકાની પદ લાલા અમરનાથે સંભાળ્યું હતું. જ્યારે આ વર્ષ 2018-19માં રમાયેલી ટેસ્ટ શ્રેણી ભારતે 2-1થી જીતી ઑસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર માત આપી છે.

જ્યારે આ ટેસ્ટ સિરીઝ જીતીને ભારતે ઘણાબધા રેકૉર્ડ પોતાના નામે કર્યા છે. જેમાં સૌથી મોટો અને ઐતિહાસીક ખિતાબ છે. 72 વર્ષ બાદ ભારતનો ભારત-ઑસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીમાં વિજય, આ સીવાય પણ ભારતે ઘણાબધા રેકૉર્ડ પોતાના નામે કર્યા છે.

ભારત દ્વારા બનાવવામાં આવેલા અનોખા રેકૉર્ડ…

SENA દેશમાં ભારતની સિરીઝમાં જીત, જેમાં સાઉથ આફ્રીકા, ઇંગ્લેન્ડ, ન્યૂ ઝીલેન્ડ અને ઑસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે.

3-1, ન્યૂ જીલેન્ડ, 1967

1-0 ઇંગ્લેન્ડ, 1971

2-0 ઇંગ્લેન્ડ, 1986

1-0 ઇંગ્લેન્ડ, 2007

1-0 ન્યૂ જીલેન્ડ, 2008

2-1 ઑસ્ટ્રેલિયા, 2018

દેશની બહાર કેપ્ટન વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળ ભારતની જીત

2-1, શ્રીલંકા, 2015

2-0, વેસ્ટ ઇંડીઝ, 2016

3-0, શ્રીલંકા, 2017

2-1, ઑસ્ટ્રેલિયા, 2018

ઑસ્ટ્રેલિયામાં જીતનારી વિદેશી ટીમમાં ભારતનું નામ પણ સામેલ

ઇંગ્લેન્ડ 13 વખત જીત્યું, વેસ્ટ ઇંન્ડીઝ 04 વખત જીત્યું, ન્યૂ ઝીલેન્ડ 01 વખત, સાઉથ આફ્રીકા 03 વખત અને ભારત 01 વખત વિદેશી ધરતી પર જીત મેળવવામાં સફળ થયું છે. તેમજ વિદેશમાં સૌથી વધારે ટેસ્ટ શ્રેણી રમી ચૂકેલા દેશોની યાદીમાં ભારતનું નામ પણ સામેલ થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન