ટીમ ઇન્ડિયા પાસે સદી પૂરી કરવા માટે મહત્વની તક, કોહલી પણ બનાવશે આ રેકોર્ડ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ટીમ ઇન્ડિયા પાસે સદી પૂરી કરવા માટે મહત્વની તક, કોહલી પણ બનાવશે આ રેકોર્ડ

ટીમ ઇન્ડિયા પાસે સદી પૂરી કરવા માટે મહત્વની તક, કોહલી પણ બનાવશે આ રેકોર્ડ

 | 5:00 pm IST

ઇન્ડીયા-શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી ટેસ્ટ સીરીઝમાં ભારતે શ્રીલંકાને તેમના ઘરમાં શરમજનક હાર આપી હતી. એવામાં જયારે ભારતના ઘર આંગણે રમાનારી ત્રણ મેચની ટેસ્ટ સીરીઝમાં ભારતીય ટીમ શ્રીલંકા પર દમન જારી રાખીને ક્લીન સ્વીપ કરે છે તો ભારત માતૃભુમીમાં રમાયેલી ટેસ્ટ મેંચોમાં જીતની સેન્ચ્યુરી પૂરી કરશે. વિરાટ કોહલી પણ સફળ કેપ્ટનની યાદીમાં બીજા નંબરે પહોચી જશે. આ સિદ્ધિઓ પ્રાપ્ત કરવામાં ઓસ્ટ્રેલિયા (234) અને ઇંગ્લેન્ડ (212) પછી ભારત ત્રીજા ક્રમે પહોચી જશે.

ભારતે અત્યારસુધી ઘર આંગણે 261 ટેસ્ટ મેંચો રમી છે, જેમાં 97 મેચોમાં જીત અને 52 મેચોમાં હાર મળી છે. 111 મેચ ડ્રો અને એક મેચ ટાઈ રહી હતી. હાલમાં સૌથી વધુ જીતમાં ભારત ચોથા નંબર પર છે. સાઉથ આફ્રિકાએ તેમના ઘર આંગણે 98 મેચ જીતી છે, પરંતુ તેમને ડીસેમ્બરના છેલ્લા અઠવાડિયા સુધી કોઈ ટેસ્ટ મેચ રમવાની નથી.

શ્રીલંકા વિરુદ્ધ ત્રણ ટેસ્ટ મેચની સીરીઝ 16 નવંબરથી કોલકાતામાં શરૂ થવાની છે અને બીજા બે મેચો નાગપુર અને નવી દિલ્હીમાં રમવામાં આવશે. શ્રીલંકાએ ભારતમાં 17 ટેસ્ટ મેંચો રમી છે અને એક પણ જીત્ય નથી, જેમાં ભારતે દસમાં જીત અને સાત ડ્રો રહી હતી. ભારત અને શ્રીલંકા વિરુદ્ધ છેલ્લી મેચ 2009માં રમયેલી હતી.

કોહલી પણ કેપ્ટન તરીકે આ ટેસ્ટ સીરીઝમાં એક મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. તેમની કેપ્ટનસીમાં ભારત શ્રીલંકાને ક્લીન સ્વીપ કરવામાં કામયાબ થાય તો, કોહલી ભારતના સૌથી સફળ કેપ્ટનની યાદીમાં મહેન્દ્ર સિંહ ધોની પછી બીજા સ્થાને પહોચી જશે. કોહલીની કેપ્ટનસીમાં ભારત 29 ટેસ્ટ મેચ માંથી 19 મેંચો જીતી છે જયારે ધોનીની કેપ્ટનસીમાં ભારત 60 ટેસ્ટ મેંચો માંથી 27 ટેસ્ટ મેચ જીતી છે.