Team India Match Schedule For World Cup 2019
  • Home
  • Sports
  • Cricket
  • World Cup 2019: જાણો ટીમ ઈન્ડિયાના સંપૂર્ણ શેડ્યૂલ વિશે, ભારત-પાક.નો મુકાબલો ક્યારે?

World Cup 2019: જાણો ટીમ ઈન્ડિયાના સંપૂર્ણ શેડ્યૂલ વિશે, ભારત-પાક.નો મુકાબલો ક્યારે?

 | 6:35 pm IST

આગામી મહિનેથી ઈંગ્લેન્ડ અને વેલ્સ ખાતે ક્રિકેટનો મહાકુંભ શરૂ થવા જઈ રહ્યો છે. જ્યારે આજે વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. બીસીસીઆઈની સીનિયર સિલેક્શન કમિટિએ આજે મુંબઈ ખાતે વર્લ્ડ કપ 2019 માટે ભારતીય ટીમમાં પસંદગી કરેલ ખેલાડીઓના નામની જાહેરાત કરી છે. ઉપરાંત વર્લ્ડ કપ 2019 માટે ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ શેડ્યૂલ પણ સામે આવ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો પહેલો મુકાબલો સાઉથ અફ્રિકા સાથે 5મી જૂનના રોજ સાઉથેમ્પ્ટન મેદાન પર થશે. જ્યારે બીજી મેચ ઓસ્ટ્રેલિયા સામે રમાશે જે 9મી જૂને ઓવલ ખાતે થશે. ઉપરાંત ટીમ ઈન્ડિયાનો ત્રીજો મુકાબલો ટ્રેંટ બ્રિજ ખાતે 13મી જૂને થશે. આ સાથે વર્લ્ડ કપના મહાકુંભમાં ભારતીય ટીમના કુલ 9 મુકાબલા થવાના છે. ઉપરાંત બે વોર્મ અપ મેચ પણ થવાના છે. જેમાં પહેલો વોર્મ અપ મેચ 25મેના રોજ ભારત vs ન્યૂઝીલેન્ડ ઓવલ ખાતે અને બીજો વોર્મ અપ મેચ ભારત vs બાંગ્લાદેશ કાર્ડિફ ખાતે રમાશે. તો આવો જાણીએ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાના સંપૂર્ણ શેડ્યૂલ વિશે….

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન