Team India player KL Rahul will single-handedly win India the T20 World Cup
  • Home
  • Sports
  • Cricket
  • ટીમ ઇન્ડિયાના આ બેટ્સમેનનું પ્રદર્શન જોઇ પાકિસ્તાનનો પરસેવો છૂટ્યો

ટીમ ઇન્ડિયાના આ બેટ્સમેનનું પ્રદર્શન જોઇ પાકિસ્તાનનો પરસેવો છૂટ્યો

 | 3:41 pm IST
  • Share

  • કેએલ રાહુલ ટી-20 વર્લ્ડકપ પહેલા જ શાનદાર ફોર્મમાં
  • રોહિત શર્મા અને વિરાટ કોહલીથી પણ મોટો મેચ વિનર
  • વોર્મ-અપ મેચમાં રાહુલની તાબડતોડ બેટિંગ

વિરાટ કોહલીની કેપ્ટનશીપવાળી ટીમ ઇન્ડિયા ટી-20 વર્લ્ડકપ પહેલા શાનદાર લયમાં જોવા મળી રહી છે. ભારતીય ટીમે પોતાની પ્રથમ વોર્મ-અપ મેચમાં ઇંગ્લેન્ડને 7 વિકેટે ધૂળ ચટાડી હતી. આ મેચમાં ટીમ ઇન્ડિયાના કેટલાક ખેલાડીએ એટલા સારૂ પ્રદર્શન કર્યું કે આગામી ટૂર્નામેન્ટમાં તેમાનાથી ઉમ્મીદો વધી ગઇ છે. આવામાં એક ખેલાડી તો એવો છે કે, જે આ વર્લ્ડકપમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીથી પણ મોટો મેચ વિનર સાબિત થઇ શકે છે.

આ ખેલાડી ભારતને વર્લ્ડકપ જીતાવશે!

અમે વાત કરી રહ્યા છીએ ટીમ ઇન્ડિયાના તાબડતોડ ઓપનર કેએલ રાહુલની. કેએલ રાહુલ ટી-20 વર્લ્ડકપ પહેલા જ શાનદાર ફોર્મમાં છે. તેણે તાજેતરમાં જ સમાપ્ત થયેલ આઇપીએલમાં 500થી વધુ રન બનાવ્યા હતા અને તે માત્ર થોડા રનથી જ પોતાની બીજી ઓરેંજ કૈપ ચૂંકી ગયો હતો. ઇનિંગની શરૂઆત કરતા રાહુલ ખુબ જ ખતરનાક નજર આવી રહ્યો છે અને વિરોધી ટીમોના બોલરો જરૂરથી રાહુલથી ડરી રહ્યા હશે. પાકિસ્તાન ટીમના બોલરો પણ રાહુલનું આ પ્રદર્શન જોઇ 24 ઓક્ટોબરે તેને મેદાનમાં રન બનાવવાથી રોકવા માટે વિચારવા વિવશ થઇ ગયા હશે.

વોર્મ-અપ મેચમાં રાહુલની વિસ્ફોટક બેટિંગ

કેએલ રાહુલ હાલ કેવા ફોર્મમાં છે તેનો અંદોજો ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પ્રથમ વોર્મ-અપ મેચમાં તેના પ્રદર્શનથી જ લગાવી શકાય છે. રાહુલે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 24 બોલમાં 51 રન બનાવ્યા હતા. આ ઇનિંગ ખુબ જ વિસ્ફોટક હતી, કારણ કે તેમા 6 ચોગ્ગા અને 3 સિક્સર સામેલ હતી. ખાસ વાત એ રહી કે રાહુલે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ જે બોલ પર બાઉન્ડ્રી લગાવી હતી તે બોલ ખુબ જ સારી લયમાં હતા.

આ પણ વાંચો: IND vs ENG: કેએલ રાહુલ અને ઇશાન કિશનની વિસ્ફોટક બેટિંગ

24 ઓક્ટોબરે ઘમાસાણ

ટીમ ઇન્ડિયા 24 ઓક્ટોબરે ટી-20 વર્લ્ડકપ 2021ની પ્રથમ મેચ રમશે. આ મેચ પાકિસ્તાન વિરૂદ્ધ છે. જણાવી દઇએ કે, વર્લ્ડકપની શરૂઆત 17 ઓક્ટોબરથી યૂએઇ અને ઓમાનમાં થઇ રહી છે. ટીમ ઇન્ડિયા પાકિસ્તાનને હરાવી આ મેચ જીતવા માગશે. જણાવી દઇએ કે અત્યાર સુધીમાં ટીમ ઇન્ડિયા પાકિસ્તાન સામે વર્લ્ડકપની મેચોમાં હારી નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો