ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ રમી રહ્યા છે આ પ્રખ્યાત ગેમ, BCCIએ પૂંછ્યો પ્રશ્ન - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ રમી રહ્યા છે આ પ્રખ્યાત ગેમ, BCCIએ પૂંછ્યો પ્રશ્ન

ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ રમી રહ્યા છે આ પ્રખ્યાત ગેમ, BCCIએ પૂંછ્યો પ્રશ્ન

 | 6:17 pm IST

ભારત અને વેસ્ટઇન્ડીઝની વચ્ચે પાંચમી અને અંતિમ મેચ તિરુવનન્તપુરમમાં રમાશે. ચોથી વન-ડેમાં જીત મેળવ્યા બાદ ટીમ ઇન્ડિયા સીરિઝ જીતવાથી માત્ર એક જ મેચ દૂર છે જોકે આગામી મેચ વેસ્ટઇન્ડીઝ જીતશે તો પણ સીરિઝ ડ્રો થઇ જશે. વેસ્ટ ઇન્ડીઝની સામે 224 રનથી વિજય બાદ ટીમ ઇન્ડિયા હળવાસની પળો માણી રહી છે, ટીમ ઇન્ડીયા (Indian Cricket Team)ના ખેલાડીઓ એરપોર્ટ પર અત્યંત લોકપ્રિય એવી પબજી (PUBG) ગેમ રમતા દ્રશ્યમાન થયા હતા.

BCCIએ ટ્વીટર પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ મોબાઇલ પર ગેમ રમતા જોવા મળી રહ્યા છે. બીસીસીઆઇએ પોસ્ટમાં લખ્યું કે, મુંબઇ એરપોર્ટ પર ડિપાર્ચર અનાઉસમેન્ટની રાહ જોઇ રહેલા ખેલાડી મલ્ટીપ્લેયર ગેમ રમી રહ્યા છે, તમે જણાવી શકશો ખેલાડીઓ કઇ ગેમ રમી રહ્યા છે?

જોકે BCCIના આસવાલના જવાબમાં ફેન્સ તરત સમજી ગયા કે, ખેલાડીઓ પ્રખ્યાત ગેમ પબજી રમી રહ્યા છે. ધોની અને રોહિત શર્મા સહિત અનેક ખેલાડીઓ પબજી રમતા નજરે પડ્યા હતા. પબજી અત્યંક પ્રખ્યાત ગેમ છે જે ભારતમાં પણ અત્યંત લોકપ્રિય થઇ છે.

ઉલ્લેખનીય છે કે, રોહિત શર્મા અને અંબાતી રાયડૂની શાનદાર સદી બાદ ખલિલ અહેમદ અને કુલદીપ યાદવની ઘાતક બોલિંગની મદદથી ભારતે સોમવારે મુંબઇમાં રમાયેલી ચોથી વન-ડે ક્રિકેટ મેચમાં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ 224 રને વિજય મેળવ્યો હતો. વન-ડે ક્રિકેટમાં ભારતનો રનના અંતરથી આ ત્રીજો સૌથી મોટો વિજય છે. આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે.