Team India Players on Top in ICC ODI Ranking after WC
  • Home
  • Sports
  • Cricket
  • ઇંગ્લેન્ડે જીત્યો વર્લ્ડ કપ છતાં ICC રેંકિંગમાં ટીમ ઈન્ડિયાનો દબદબો

ઇંગ્લેન્ડે જીત્યો વર્લ્ડ કપ છતાં ICC રેંકિંગમાં ટીમ ઈન્ડિયાનો દબદબો

 | 12:34 pm IST

ઈંગ્લેન્ડના આઈસીસી વર્લ્ડ કપ 2019નો ખિતાબ જીત્યાના માત્ર 24 કલાકમાં આઈસીસીએ તેની વનડે રેંકિંગની જાહેરાત કરી છે. વિશ્વ કપ બાદ આ રેકિંગમાં કેટલાક મહત્વના ફેરફાર થયા છે. જોકે ઈંગ્લેન્ડ ખિતાબ જીત્યા બાદ રેકિંગમાં ટોચના સ્થાને યથાવત છે. પરંતુ ખેલાડીઓની રેંકિંગમાં સેમીફાઇનલમાં બહાર થયેલ ટીમ ઈન્ડિયાનો દબદબો કાયમ છે.

બેટ્સમેનની વાત કરીએ તો રેંકિંગમાં ભારતનો કેપ્ટન વિરાટ કોહલી ટોચ પર છે. જ્યારે બોલિંગમાં જસપ્રીત બુમરાહ ટોપ પોઝીશન પર યથાવત છે. ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડના અમુક ખેલાડીઓને વર્લ્ડ કપ બાદ ફાયદો થયો છે. બેટ્સમેનની રેંકિંગમાં બીજા નંબરે પણ ટીમ ઈન્ડિયાનો રોહિત શર્મા યથાવત છે. ત્યાર બાદ ત્રીજા ક્રમે પાકિસ્તાનનો બાબર આઝમ, ચોથા નંબરે દક્ષિણ અફ્રિકાનો કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ છે જેને ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારી હતી. ત્યાર બાદ ન્યૂઝીલેન્ડનો રોસ ટેલર પાંચમા ક્રમાંકે છે. 6ઠ્ઠા ક્રમ માટે કેન વિલિયમસને લાંબી છલાંગ લગાવી છે. ત્યાર બાદ 7માં ક્રમે ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર છે.

બોલિંગની વાત કરીએ તો બુમરાહ ટોચ પર છે. જ્યારે બીજા ક્રમે ન્યૂઝીલેન્ડનો ટ્રેંટ બોલ્ટ છે. ત્રીજા ક્રમે દક્ષિણ આફ્રિકાનો કગીસો રબાડા અને ચોથા ક્રમે ઓસ્ટ્રેલિયાનો પેટ કમિંસ છે. ઇમરાન તાહિરને પણ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરવા બદલ ફાયદો થયો છે. તે 5માં ક્રમે છે. જ્યારે 6 અને 7 ક્રમે અનુક્રમે અફઘાનિસ્તાનનો મુજીબ જારદાન અને ઇંગ્લેન્ડનો ક્રિસ વોક્સ છે. આ સિવાય ઓલરાઉન્ડરની વાત કરીએ તો ઇંગ્લેન્ડનો બને સ્ટોક્સ નંબર વનની પોઝીશન પર છે. જ્યારે બીજા ક્રમે બાંગ્લાદેશનો શાકિબ-અલ-હસન છે. ત્રીજા ક્રમે અફઘાનિસ્તાનનો મોહમ્મદ નબી છે જ્યારે પાકિસ્તાનનો ઇમાદ વસીમ ચોથા સ્થાને છે. ત્યાર બાદ અફઘાનિસ્તાનનો રાશિદ ખાન પાંચમા નંબરે છે. રાશિદે આ વર્લ્ડ કપમાં કોઈ ખાસ પ્રદર્શન ન કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન