ધોનીના 2019ના વર્લ્ડકપમાં રમવાને લઈને શાસ્ત્રીએ આપ્યું મોટું નિવેદન - Sandesh
NIFTY 10,710.45 -89.40  |  SENSEX 35,286.74 +-261.52  |  USD 68.3800 +0.40
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ધોનીના 2019ના વર્લ્ડકપમાં રમવાને લઈને શાસ્ત્રીએ આપ્યું મોટું નિવેદન

ધોનીના 2019ના વર્લ્ડકપમાં રમવાને લઈને શાસ્ત્રીએ આપ્યું મોટું નિવેદન

 | 11:13 pm IST

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના 2019 વર્લ્ડકપમાં રમવાની શક્યતાઓને લઈને ટીમના હેડ કોચ રવિશાસ્ત્રીએ મોટું નિવેદન આપ્યું છે. રવિ શાસ્ત્રીનું માનવું છે કે, ટીમ ઈન્ડિયાના આ સ્ટાર વિકેટકિપર બેટ્સમેને હજું “અડધું પ્રદર્શન” પણ કર્યુ નથી અને તે ઈંગ્લેન્ડમાં થનાર 2019ના વર્લ્ડકપ માટે ટીમની યોજનાઓનો ભાગ છે.

તમને જણાવી દઈએ કે, ધોની શ્રીલંકા વિરૂદ્ધ ચાલી રહેલી વનડે સીરીઝમાં શાનદાર ફોર્મમાં છે અને ખુબ જ રન બનાવી રહ્યો છે. શ્રીલંકા વિરૂદ્ધ વનડે સીરીઝમાં ધોનીએ પાછલી ત્રણ ઈનિંગમાં 45, 67 અને 49 રનની ઈનિંગ રમી અને રસપ્રદ વાત તે છે કે, આ ત્રણેય ઈનિંગમાં ધોની નોટ આઉટ રહ્યાં છે.

શાસ્ત્રીએ કહ્યું કે, 2019 વર્લ્ડકપથી પહેલા ભારતીય ટીમ મેનેજમેન્ટ એક્સપેરિમેન્ટ અને રોટેશન પોલીસીની નીતિ અપનાવી રહ્યું છે, જેમાં ધોની આ યોજનામાં ફિટ બેસે છે. શાસ્ત્રીએ કહ્યું કે, ધોનીનો ટીમ ઈન્ડિયા પર વધારે પ્રભાવ છે. તેઓ ડ્રેસિંગ રૂમના લિવિંગ લેજેન્ડ છે અને ખેલાડી તેમનું સન્માન કરે છે.

શાસ્ત્રીએ કહ્યું કે, ધોની દેશના બેસ્ટ વિકેટકિપર છે. તેમના બેટિંગના આંકડાઓને છોડી દઈએ તો પણ તેમની વિકેટકિપિંગ શાનદાર છે. માત્ર તે માટે કે, તેઓ વર્ષો સુધી રમી ચૂક્યા છે, તમે એમની જગ્યાએ બીજા કોઈને લાવવા વિશે વિચારી શકતા નથી.

શાસ્ત્રીએ કહ્યું, શું તમે સુનીલ ગાવસ્કર અને સચિન તેંડૂલકર જેવા મહાન ખેલાડીની જગ્યાએ અન્ય ખેલાડીને લાવવા માંગતા હતા જ્યારે તેઓ 36 વર્ષના હતા, પછી ધોનીની જગ્યાએ કોઈ અન્યને કેમ લાવવો જોઈએ. ધોની પોતાના રોલમાં બેસ્ટ છે.