Photos: ભારતીય ટીમ પહોંચી ઇંગ્લેન્ડ, મુસાફરી દરમિયાન આ રીતે માણી મોજ - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • Photos: ભારતીય ટીમ પહોંચી ઇંગ્લેન્ડ, મુસાફરી દરમિયાન આ રીતે માણી મોજ

Photos: ભારતીય ટીમ પહોંચી ઇંગ્લેન્ડ, મુસાફરી દરમિયાન આ રીતે માણી મોજ

 | 10:07 am IST

ભારતીય ટીમ 81 દિવસનાં લાંબા પ્રવાસ માટે ઇંગ્લેન્ડ પહોંચી ગઇ છે. આયરલેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ પર રવાના થતા પહેલા ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતુ કે તેની ટીમ દક્ષિણ આફ્રિકા પ્રવાસ પછી મુશ્કેલમાં મુશ્કેલ ક્રિકેટ રમવા તૈયાર છે. 3 જુલાઈથી શરૂ થઇ રહેલા ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા ભારતીય ટીમ આયરલેન્ડ સામે ડબલિનમાં 27 અને 29 જૂનનાં 2 ટી-20 મેચ રમશે.

વિરાટ કોહલીએ માન્યુ કે ઇંગ્લિશ કાઉન્ટી સરે સાથે રમવુ તેના માટે ફાયદાકારક સાબિત થાત, પરંતુ જે થયુ તેને તે સારું માને છે. તેણે કહ્યું કે, “હું ત્યાં 110 ટકા ફિટ થઇને રમવા ઇચ્છતો હતો.”

ઇંગ્લેન્ડ પ્રવાસ પર રવાના થતા પહેલા BCCI, વિરાટ કોહલી, રવિ શાસ્ત્રી અને ટીમનાં અન્ય ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર પોતાની મુસાફરીની મજેદાર તસવીરો શેર કરી હતી.