Team India selected 11 additional players for T20 World Cup 2021
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ટી-20 વર્લ્ડકપ 2021: ટીમ ઇન્ડિયામાં આ ખેલાડીઓને પણ સ્થાન મળ્યું

ટી-20 વર્લ્ડકપ 2021: ટીમ ઇન્ડિયામાં આ ખેલાડીઓને પણ સ્થાન મળ્યું

 | 6:49 pm IST
  • Share

  • T20WC માટે ટીમ ઇન્ડિયામાં વધુ 8  ખેલાડીઓને સ્થાન
  • ટીમ ઇન્ડિયામાં ટીમ ઇન્ડિયામાં કુલ 26 ખેલાડી
  • ધોનીનો માનિતા દીપક ચાહર પણ રિઝર્વ ખેલાડીમાં

ટી-20 વર્લ્ડકપ (T20 World Cup 2021) માટે બીસીસીઆઇ (BCCI)એ ટીમ ઇન્ડિયાની ઘોષણા કરી દીધી છે. પહેલાથી ઘોષિત 15 સદસ્યોની ટીમમાં એક બદલાવ કરવામાં આવ્યો છે. ડાબા હાથના સ્પિનર બોલર અક્ષર પટેલના સ્થાને ઝડપી બોલર શાર્દુલ ઠાકુરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. અક્ષર હવે શાર્દુલના સ્થાને રિઝર્વ ખેલાડી તરીકે ટીમની સાથે રહેશે. કુલ ત્રણ રિઝર્વ ખેલાડી છે. આ સિવાય 8 અન્ય ખેલાડીઓને પણ તૈયારી માટે ટીમ સાથે જોડવામાં આવ્યા છે. એટલે કે 15 સદસ્યોની ટીમ સિવાય વધુ 11 ખેલાડી ટીમની સાથે રહેશે. ધોનીની માનિતા ખેલાડી દીપક ચાહરને પણ રિઝર્વ ખેલાડી તરીકે ટીમની સાથે રાખવામાં આવ્યો છે. ટીમ ઇન્ડિયાના અભિયાનની શરૂઆત 24 ઓક્ટોબરે પાકિસ્તાન વિરૂદ્ધની મેચ સાથે થશે.

રિઝર્વ ખેલાડી તરીકે દીપક ચાહર સિવાય અક્ષર પટેલ અને શ્રેયસ અય્યર છે. અન્ય 8 ખેલાડીઓની વાત કરીએ તો ઝડપી બોલર આવેશ ખાન, ઉમરાન મલિક, હર્ષલ પટેલ, લુકમાન મેરીવાલ, વેંકટેશ અય્યર, કર્ણ શર્મા, શાહબાજ અહમદ અને કૃષ્ણપ્પા ગૌતમ છે. હર્ષલ પટેલે આઇપીએલ 2021માં સૌથી વધુ 32 વિકેટ હાંસલ કરી હતી. આવેશ ખાન 23 વિકેટ સાથે બીજા ક્રમે છે. ત્યાં જ જમ્મુ-કાશ્મીરનો ઝડપી બોલર ઉમરાન મલિક 150 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે છે.

પંડ્યાની ફિટનેસના કારણે શાર્દુલને તક મળી

ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ આઇપીએલ 2021માં બોલિંગ કરી નથી. તેની ફિટનેસને લઇ સવાલો ઉદ્ભવી રહ્યા હતા. આ કારણે શાર્દુલ ઠાકુરને ટીમ સાથે જોડવામાં આવ્યો છે. તે ઝડપી બોલિંગની સાથે બેટિંગ પણ કરે છે. તે હાલની આઇપીએલ સિઝનમાં સીએસકેનો ભાગ હતો. સીએસકેના કેપ્ટન એમએસ ધોની છે અને ટી-20 વર્લ્ડકપ માટે તેને ટીમનો મેન્ટોર બનાવાયો છે. આવામાં શાર્દુલ ટીમ માટે મહત્ત્વપૂર્ણ બની શકે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો