Team India Selectors will give rest to Rohit Sharma in WI Tour
  • Home
  • Sports
  • Cricket
  • આ વાતને લઈ રોહિત શર્મા અને ટીમ ઈન્ડિયાનાં સિલેક્ટર્સ આવ્યા સામ-સામે

આ વાતને લઈ રોહિત શર્મા અને ટીમ ઈન્ડિયાનાં સિલેક્ટર્સ આવ્યા સામ-સામે

 | 4:52 pm IST

બાંગ્લાદેશની સામે ટેસ્ટ સીરિઝ બાદ ભારતીય ક્રિકેટ ટીમને વેસ્ટઈન્ડિઝ સામે ટક્કર લેવાની છે. અને આ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાનું સિલેક્શન ગુરુવારે થવાનું છે. ખબરો પ્રમાણે ટીમ ઈન્ડિયાનાં સિલેક્ટર્સ વન-ડે અને ટી-20 ટીમનું સિલેક્શન કરશે. જણાવવામાં આવી રહ્યું છે કે, સિલેક્ટર્સ રોહિત શર્માને વનડે સીરિઝ માટે આરામ આપી શકે છે. જો કે ખબર તો એ પણ છે કે ઉપ કેપ્ટન રોહિત શર્મા આરામના મૂડમાં નથી અને તે સીરિઝ રમવા ઈચ્છે છે.

એક અખબારમાં છપાયેલી રિપોર્ટ પ્રમાણે રોહિત શર્મા વેસ્ટ ઈન્ડિઝની સામે વનડે અને ટી-20 સીરિઝ બંનેમાં રમવા માગે છે. રોહિત શર્મા હાલ જબરદસ્ત ફોર્મમાં છે. અને તે પોતાના ફોર્મમાં બ્રેક લેવાને બદલે રમત ચાલુ રાખવા ઈચ્છે છે. પણ સિલેક્ટર્સની દલીલ એ છે કે, આવનારા સમયમાં ભારતીય ટીમને ન્યુઝીલેન્ડનાં મોટા પ્રવાસે જવાનું છે, જેનાં પહેલાં રોહિત શર્મા માટે આરામ ખુબ જ જરૂરી છે.

રોહિત શર્મા વર્ષની શરૂઆતથી જ સતત ક્રિકેટ રમી રહ્યો છે. તો વર્લ્ડ કપ બાદ પણ તે સતત ક્રિકેટ રમી રહ્યો છે. હવે તો રોહિત શર્મા ટેસ્ટ ટીમમાં પણ સ્થાયી ઓપનર બની ચૂક્યો છે. એટલા માટે સિલેક્ટર્સને લાગે છે કે, હિટમેનને આરામ આપવો ખુબ જ જરૂરી છે. જણાવી દઈએ કે, વર્લ્ડ કપ બાદ કેપ્ટન વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા સહિત અન્ય ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. અને આવું પણ તેઓ રોહિત સાથે ઈચ્છે છે. સિલેક્ટર્સ રોહિત શર્માને વન ડે સીરિઝમાં એ માટે આરામ આપવા માગે છે કેમ કે, તેને ટી-20 સીરિઝ માટે વધારે આરામ મળી શકે.

જો સિલેક્ટર્સ રોહિત શર્માને આરામ આપે છે તો મયંક અગ્રવાલને વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે સીરિઝમાં મોકો મળી શકે છે. મયંકે ટેસ્ટ ફોર્મેટમાં પોતાને સાબિત કરતાં 8 ટેસ્ટમાં 71.5ની સરેરાશથી 858 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સેન્ચુરી, બે ડબલ સેન્ચુરી અને એક હાફ સેન્ચુરી પણ ફટકારી છે. મયંકનો અંદાજ આક્રમક છે અને તેનાં કારણે પણ સિલેક્ટર્સ તેને એક ચાન્સ આપવા માગે છે. હવે તમામની નજર 21 નવેમ્બર પર છે, જ્યારે સિલેક્ટર્સની બેઠક થશે.

આ વીડિયો પણ જુઓઃ

આશ્રમના બાળકોને DPSના સર્ટિફિકેટ અપાય છે 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન