Team India should not play against Pakistan in next World Cup
  • Home
  • Sports
  • Cricket
  • પુલવામા હુમલાનો આક્રોશ: ‘ના’ પાક. સામે ભારત વર્લ્ડ કપ ન રમે – CCI સચિવ

પુલવામા હુમલાનો આક્રોશ: ‘ના’ પાક. સામે ભારત વર્લ્ડ કપ ન રમે – CCI સચિવ

 | 10:32 am IST

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશ દુઃખી છે. દેશના દરેક ખૂણેથી બદલાની માગ ઊઠી રહી છે. આ હુમલાથી ભારત અને પાકિસ્તાનના સંબંધો પણ વધુ વણસી ગયા છે. આ દરમિયાન ભારતમાં પાકિસ્તાન સુપર લીગના પ્રસારક સ્પોર્ટ્સ ચેનલ ડી સ્પોર્ટ્સે ટૂર્નામેન્ટનું પ્રસારણ બંધ કરી દીધું છે.

ભારત વર્લ્ડ કપમાં પાક. સામે ન રમે : CCI સચિવ

ઉલ્લેખનિય છે કે ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયાના સચિવ સુરેશ બાફનાએ કહ્યું કે, પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ ટીમ ઈન્ડિયાએ આગામી વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ન રમવું જોઈએ. સુરેશ બાફનાએ કહ્યું કે, કાશ્મીરમાં આપણા જવાનો પર થયેલા આ આતંકવાદી હુમલા બાદ હજુ સુધી પાકિસ્તાના વડા પ્રધાન ઇમરાન ખાને કોઈ પ્રતિક્રિયા આપી નથી.

તેઓએ કહ્યું કે, સીસીઆઈ એક સ્પોર્ટ્સ સંસ્થા છે પરંતુ આવા મામલામાં રમત કરતાં દેશ પ્રથમ હોય છે. ઈમરાન ખાને હુમલા અંગે પોતાની પ્રતિક્રિયા આપવાની જરૂર હતી. તેઓ વડા પ્રધાન છે અને તેમને લાગે કે, આ હુમલામાં પાકિસ્તાનનો હાથ નહોતો તો તેઓએ ખૂલીને પોતાની વાત રજૂ કરવી જોઈતી હતી. તે સામે આવી રહ્યા નથી તેનો એક જ મતલબ છે કે, તેમનામાં ખોટ છે.

પાકિસ્તાન સુપર લીગના ઉદ્ઘાટન સમારોહ વખતે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર રમીઝ રાજાએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, આ વખતે પીએસએલ વિસ્તરવાની સાથે તેનું સારું કવરેજ પણ થશે. તેવામાં ભારતમાં આ લીગના પ્રસારણ પર રોક લગાવાથી પાકિસ્તાન ક્રિકેટને મોટો ઝટકો લાગ્યો છે.

ડ્રીમ ઇલેવને PSLની મેચોને હટાવી દીધી

ભારતીય સ્પોર્ટ્સ એપ ડ્રીમ ઇલેવને પણ પુલવામામાં શહીદ થયેલા જવાનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં પાકિસ્તાનની નિંદા કરી છે. આ ઉપરાંત તેણે પોતાના યૂઝર્સને એ વાતની જાણકારી કરતાં મેલ કર્યો કે, અમે અમારા પ્લેટફોર્મ પર આવનાર પાકિસ્તાન સુપર લીગની મેચોને સસ્પેન્ડ કરી દીધી છે. આ સાથે તેઓએ જાણકારી આપી કે, તેઓ સીઆરપીએફ જવાનો શહીદ થતાં ઘણા દુઃખી છે અને અમે શહીદ પરિવારોની મદદ માટે 1૦ લાખ રૂપિયાનું યોગદાન આપી રહ્યાં છીએ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.