ટીમ ઈન્ડિયાની સ્પોન્સરશિપ માટે BCCIએ રાખી 538 કરોડની બેઝ પ્રાઈઝ

306

ભારતીય ક્રિકેટ ટીમની સ્પોન્સરશિપ ડીલનો પ્રયાસ ફરી એકવાર શરૂ થઇ ગયો છે. આ વખતે BCCIએ આવતા પાંચ વર્ષ માટે સ્પોન્સરશિપ રાઇટ્સ આપવા માટે 538 કરોડ રૂપિયાની બેઝિક પ્રાઇઝ નક્કી કરી છે. BCCIએ ઓફિશિયલ સ્પોન્સર માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે. અત્યારે ટીમ ઇન્ડિયાની સ્પોન્સરશિપ રાઇટ્સ સ્ટાર ઇન્ડિયા પાસે છે, જે 31 માર્ચ 2017માં પૂર્ણ થઇ રહ્યાં છે.

પાંચ વર્ષનો કરવામાં આવશે કરાર

એપ્રિલથી આવતા પાંચ વર્ષ વચ્ચે ભારતીય ટીમ 259 મેચ રમશે, જેમાં 238 મેચ બે દેશો વચ્ચે અને 21 આઇસીસી ટૂર્નામેન્ટની છે. જૂન 2017માં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી, 2019માં આઇસીસી વર્લ્ડકપ, 2020માં આઇસીસી વર્લ્ડ ટી-20 અને 2021માં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થશે. બીસીસીઆઇએ દ્વિપક્ષીય શ્રેણી માટે 2.2 કરોડ રૂપિયા અને આઇસીસી ટૂર્નામેન્ટ માટે 70 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ નક્કી કરી છે.

બેઝ પ્રાઇસના હિસાબથી બીસીસીઆઇને આ રીતની દ્વિપક્ષીય મેચોથી 523.6 કરોડ રૂપિયા અને આઇસીસી પ્રોપર્ટીથી 14.7 કરોડ રૂપિયાની કમાણી થશે. જો કે બીસીસીઆઇના ગત રેકોર્ડ અને વર્તમાન સમયમાં ટીમ ઇન્ડિયાના પ્રદર્શનને કારણે સ્પોન્સરશિપ ડીલ માટે કંપનીઓ તરફથી એગ્રેસિવ બિડિંગ મળી શકે છે.

સહારા 11 વર્ષ ટીમ ઈન્ડિયાનો સ્પોન્સર રહ્યું

11 વર્ષ સુધી સહારા ભારતીય ક્રિકેટ ટીમનું સ્પોન્સર રહ્યું હતું. વિલ્સ પણ લાંબા સમય સુધી ટીમ ઇન્ડિયા સાથે જોડાયેલુ રહ્યું. 31 માર્ચ, 2017માં સ્ટાર ઇન્ડિયાનો કરાર પૂરો થઈ જશે.