Team India squad announced for West Indies Tour
  • Home
  • Sports
  • Cricket
  • વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, ગુજરાતના આ ત્રણ ખેલાડીઓનો થયો સમાવેશ

વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, ગુજરાતના આ ત્રણ ખેલાડીઓનો થયો સમાવેશ

 | 2:34 pm IST

વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ માટે આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ છે. 3 ઓગસ્ટે શરૂ થતા આ પ્રવાસ માટે મુંબઈમાં રવિવારે અખિલ ભારતીય સીનિયર પસંદીકાર સમિતિએ ટીમની જાહેરાત કરી છે. ટીમ ઇન્ડિયામાં મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યાએ ક્યા ખેલાડીને તક આપવામાં આવશે તે વિશે ઘણા તર્ક સામે આવ્યા હતા.

જ્યારે હવે આ વાતનો ખુલાસો થયો છે. વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે ટીમ ઈન્ડિયામાં વિકેટકીપર બેટ્સમેન તરીકે મહેન્દ્ર સિંહ ધોની જગ્યાએ રિષભ પંતને તક આપવામાં આવી છે. તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ પહેલા એવી ખબર મળી હતી કે ધોની બે મહિના માટે ક્રિકેટથી દૂર રહેશે. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ભારતીય ટીમ 3 ટી-20 ઇન્ટરનેશનલ, 3 વન ડે અને 2 ટેસ્ટ મેચ રમશે.

ત્રણ ટી-20 ઇન્ટરનેશનલ માટે ભારતીય ટીમ:

વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા(વાઇસ કેપ્ટન), શિખર ધવન, કે.એલ.રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, રિષભ પંત(વિકેટકીપર), ક્રૂનાલ પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, રાહુલ ચાહર, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, દીપક ચાહર, નવદીપ સૈની

ત્રણ વનડે ઇન્ટરનેશનલ માટે ભારતીય ટીમ:

વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા(વાઇસ કેપ્ટન), શિખર ધવન, કે.એલ.રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, રિષભ પંત(વિકેટકીપર), કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કેદાર જાધવ, મોહમ્મદ શામી, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, નવદીપ સૈની

બે ટેસ્ટ મેચો માટે ભારતીય ટીમ:

 વિરાટ કોહલી(કેપ્ટન), આજિંક્ય રહાણે(VC), મયંક અગ્રવાલ, કે.એલ.રાહુલ, સી.પૂજારા, હનુમા વિહારી, રોહિત શર્મા, રિષભ પંત(WK), રધિમાન સાહા(WK), આર.અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ઇશાંત શર્મા, મોહમ્મદ શામી, જસપ્રિત બૂમરા, ઉમેશ યાદવ

ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ- મેચ શેડ્યૂલ:

પ્રથમ ટી-20: 3 ઑગસ્ટ 2019, 8:00 વાગ્યે, ફ્લોરિડા

બીજી ટી-20: ઑગસ્ટ 4, 2019, 8:00 વાગ્યે, ફ્લોરિડા

ત્રીજી ટી-20: ઓગસ્ટ 6, 2019, 8:00 વાગ્યે, ગુઆના

પ્રથમ ODI: ઑગસ્ટ 8, 2019, 7:00 વાગ્યે, ગુઆના

બીજી ODI: 11 ઑગસ્ટ 2019, 7:00 વાગ્યે, ત્રિનિદાદ

ત્રીજી ODI: 14 ઓગસ્ટ 2019, 7:00 વાગ્યે ત્રિનિદાદ

પહેલો ટેસ્ટ: 22-26 ઑગસ્ટ, 7:00 વાગ્યે, એન્ટિગુઆ

બીજો ટેસ્ટ: 30 ઑગસ્ટથી 3 સપ્ટેમ્બર, 8:00 વાગ્યા, જમૈકા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન