કોલંબો વનડે રમતાની સાથે જ 'ત્રેવડી સદી' લગાવશે ધોની, ફરીથી અપાવશે ટીમને જીત! - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • કોલંબો વનડે રમતાની સાથે જ ‘ત્રેવડી સદી’ લગાવશે ધોની, ફરીથી અપાવશે ટીમને જીત!

કોલંબો વનડે રમતાની સાથે જ ‘ત્રેવડી સદી’ લગાવશે ધોની, ફરીથી અપાવશે ટીમને જીત!

 | 8:11 pm IST

શ્રીલંકા વિરૂદ્ધ ચોથી વનડે મેચમાં ગુરૂવારે ભારતીય ટીમ સતત ચોથી જીતની આશા સાથે મેદાનમાં ઉતરશે. આ મેચમાં બધાની નજર પૂર્વ ભારતીય કેપ્ટન કૂલ ધોની પર રહશે, જેઓ પોતાની 300મી વનડે મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે.

એવામાં ઈન્ડિયન્સ ફેન્સ આશા કરી રહ્યાં છે કે, ધોની આ મેચમાં એક શાનદાર ઈનિંગ રમીને તેમની 300મી વનડેને યાદગાર બનાવી દેશે. શ્રીલંકા વિરૂદ્ધ અત્યાર સુધીમાં રમાયેલી ત્રણેય મેચોમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી છે. ભારત માટે વર્લ્ડના બેસ્ટ ફિનિશરોમાંથી એક મહેન્દ્રસિંહ ધોનીથી વધારે વનડે માત્ર સચિન તેડૂલકર 463, રાહુલ દ્રવિડ 344, મોહમ્મદ અઝહરૂદ્દીન 334, સૌરવ ગાંગુલી 311 અને યુવરાજસિંહ (304)એ રમી છે.

પાછલી પાંચ મેચોમાં શાનદાર બેટિંગ કરનાર ધોની પોતાના ફોર્મને બરકરાર રાખવા માંગશે. ધોનીએ બીજી અને ત્રીજી વનડે મેચમાં દબાણની પરિસ્થિતિમાં 45 અને 67 રનની અણનમ ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. આમ ધોની હજુ લાંબી રેસના ઘોડા છે તે સાબિત થઈ ગયું હતું.

શ્રીલંકા તરફથી અકિલા ધનંજયને છોડીને એકપણ બોલર ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પર કબાણ બનાવી શક્યો નહતો. ભારત સીરીઝમાં 3-0થી આગળ છે. કેપ્ટન વિરાટ હવેની બે મેચોમાં કુલદીપ યાદવ, મનીષ પાંડે, અજિંક્ય રહાણે અને શાર્દૂલ ઠાકુરને તક આપી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન