Team India T20I squad for New Zealand Tour, Rohit Sharma in Team
  • Home
  • Sports
  • Cricket
  • INDvsNZ: T20 શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, રોહિતની વાપસી, ધોનીને લઈ લીધો આ નિર્ણય

INDvsNZ: T20 શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, રોહિતની વાપસી, ધોનીને લઈ લીધો આ નિર્ણય

 | 11:44 pm IST

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI) ની સિનિયર પસંદગી સમિતિએ મુંબઈમાં બેઠક કરી ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ટી20 ટીમની જાહેરાત કરી છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 19 જાન્યુઆરીએ થનારી અંતિમ વન ડે ઇન્ટરનેશન મેચ બાદ ન્યુઝીલેન્ડના પ્રવાસ માટે રવાનગી કરશે. ટીમ બેંગલુરુથી ટેકઓફ કરશે.

ન્યુઝીલેન્ડના પ્રવાસે ટીમ ઇન્ડિયા 5 ટી20 મેચ અને 3 વન ડે મેચ રમશે. ટીમ ઇન્ડિયા આ પ્રવાસ દરમિયાન 2 ટેસ્ટ મેચ પણ રમશે. ન્યુઝીલેન્ડમાં ટીમ ઇન્ડિયાના પ્રવાસની શરૂઆત 5 ટી20 મેચની સિરીઝથી થશે. પહેલી મેચ 24 જાન્યુઆરી રમાશે. જ્યારે બીજી મેચ 26 જાન્યુઆરી, ત્રીજી મેચ 29 જાન્યુઆરીએ રમાશે. ત્યાર બાદ બાકી બે મુકાબલા અનુક્રમે 31 જાન્યુઆરી અને 02 ફેબ્રુઆરીએ રમાશે.

ત્યાર બાદ ટીમ ઇન્ડિયા વન ડે સિરીઝ રમશે. પહેલી વન ડે મેચ 5 ફેબ્રુઆરીએ હેમિલ્ટન ખાતે રમાશે. જ્યારે બીજી મેચ 8 તારીખે ઓક્લેન્ડમાં રમાશે. અંતિમ મેચ 11 ફેબ્રુઆરીએ રમાશે. 21થી 25 ફેબ્રુઆરી વચ્ચે ભારત પહેલી ટેસ્ટ મેચ રમશે અને બીજી ટેસ્ટ મેચ 29 ફેબથી 4 માર્ચ સુધી રમાશે. ટી20 માટે ટીમમાં સ્ટાર બેટ્સમેન રોહિત શર્માની વાપસી થઈ છે જ્યારે સંજૂ સેમસનને બહાર કરવામાં આવ્યો છે. આ સાથે ઘણા સમયથી ક્રિકેટથી દૂર ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ ટીમમાં સામેલ નથી.

આ વીડિયો પણ જુઓ: દિવસભર બનેલા દેશભરના તમામ Top 20 સમાચાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન