eam India was scared in T20 World Cup match against Pakistan
  • Home
  • Sports
  • Cricket
  • ‘ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાન વિરૂદ્ધની મેચમાં ટીમ ઇન્ડિયા ડરી ગઇ હતી’

‘ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાન વિરૂદ્ધની મેચમાં ટીમ ઇન્ડિયા ડરી ગઇ હતી’

 | 9:22 pm IST
  • Share

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ઇંઝમામ-ઉલ-હકે શુક્રવારે કહ્યું કે, ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાન વિરૂદ્ધની મેચમાં ટીમ ઇન્ડિયા ડરી ગઇ હતી. કારણ કે તેઓ દબાણમાં હતા. ટૉસ દરમિયાન પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ અને ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી વચ્ચે સ્પષ્ટ રીતે જોવા મળ્યું કે તેઓ દબાણમાં હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર ઇંઝમામે જણાવ્યું કે,‘પાકિસ્તાન વિરૂદ્ધ મેચ પહેલા ભારતીય ટીમ ડરી ગઇ હતી. જે તેમનો શારિરીક હાવ-ભાવથી ખબર પડતી હતી. તમે જો બાબર અને કોહલીને ટૉસ દરમિયાનના સાક્ષાત્કારમાં જુઓ તો તમે પોતે અંદાજો લગાવી શક્શો કે કોણ દબાણમાં હતું.’

તેમણે કહ્યું,‘અમારી ટીમનો શારિરીક હાવ-ભાવ તેમના (ટીમ ઇન્ડિયા)થી સારો હતો. એવું નથી કે રોહિત શર્માના આઉટ થયા બાદ ભારત દબાણમાં હતું. એ સ્પષ્ટ હતું કે મેચ શરૂ થયા પહેલાથી જ તેઓ દબાણમાં હતા.’

ઇંઝમામે કહ્યું કે, ભારત શરૂઆતથી જ ટી-20 વર્લ્ડકપ 2021ના ખિતાબ માટે દાવેદાર હતું. પરંતુ વધારે પડતા દબાણના કારણે તેઓ આગળ વધી ના શક્યા. તેમણે કહ્યું,‘ભારતીય ટીમ ક્યારેય તેવી રીતે રમતી નથી. તે એક સારી ટી-20 ટીમ છે અને તેમા કોઇ શંકા નથી. જો તમે છેલ્લા 2-3 વર્ષનો તેમનો અનુભવ જોવો તો તે ખુબ જ શાનદાર રહ્યો છે, પરંતુ ભારત-પાકિસ્તાન મેચમાં તેઓ વધારે પડતા દબાણમાં આવી ગયા, જેના કારણે તેઓ હારી ગયા.’

ટી-20 વર્લ્ડકપ 2021માં 24 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે સૌથી મોટો મહામુકાબલો રમાયો હતો. દુબઇના ઇન્ટરનેશનલ મેદાનમાં બંને ટીમોના કેપ્ટન વિરાટ કોહલી અને બાબર આઝમ ટૉસ કરવા આવ્યા હતા. જેમા પાકિસ્તાને ટૉસ જીતી પ્રથમ ફિલ્ડીં કરવાનું પસંદ કર્યું હતું અને ટીમ ઇન્ડિયાને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. ભારતે 20 ઓવરની મેચમાં 152 રનનો ટાર્ગેટ પાકિસ્તાનની ટીમને આપ્યો હતો. પાકિસ્તાનની ટીમે 152 રનના ટાર્ગેટનો પીછો કરતા શાનદાર શરૂઆત કરી હતી અને બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની ઓપનિંગ જોડીએ એકલા હાથે ભારતને હરાવ્યું હતું. મોહમ્મદ રિઝવાને 55 બોલમાં 79 રન ફટકાર્યા હતા. ત્યાં જ બાબર આઝમે 52 બોલમાં 68 રન ફટકાર્યા હતા. પાકિસતાને 17.5 ઓવરમાં જ 152 રનનો ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ટી-20 વર્લ્ડકપના ઇતિહાસમાં પાકિસ્તાને ઇતિહાસ રચ્યો હતો. પાકિસ્તાને એક પણ વિકેટ ગુમાવ્યા વિના ટીમ ઇન્ડિયા સામે 10 વિકેટે જીત મેળવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો