team india will go to play pakistan to host asia cup in 2023
  • Home
  • Sports
  • Cricket
  • શું 2023માં પાકિસ્તાન રમવા જશે ટીમ ઈન્ડિયા! BCCIએ આપ્યો જવાબ

શું 2023માં પાકિસ્તાન રમવા જશે ટીમ ઈન્ડિયા! BCCIએ આપ્યો જવાબ

 | 11:40 pm IST
  • Share

  • 2008 બાદ હવે 2023માં પાકિસ્તાન જશે ટીમ ઈન્ડિયા
  • 2023માં એશિયા કપનું આયોજન કરશે પાકિસ્તાન
  • BCCIએ કર્યું સમગ્ર વાતનું સમર્થન

પાકિસ્તાન 2023માં એશિયા કપનું આયોજન કરશે. દુબઈમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે. બેઠકમાં એસીસી અધ્યક્ષ અને બીસીસીઆઈના સચિવ જય શાહ હાજર રહ્યા. મળતી માહિતિ અનુસાર એશિયા કપ વનડે ફોર્મેટમાં રમાશે. આ 50 ઓવરની મેચ હશે. આ સિવાય બેઠકમાં નિર્ણય લેવાયો છે કે 2024ના એશિયા કપનું આયોજન શ્રીલંકા કરશે. જય શાહે એમ પણ કહ્યું છે કે કોઈ અન્ય દેશની જગ્યા એશિયા કપ પાકિસ્તાનમાં જ હોવો જોઈએ. આ વાતની BCCI અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની તરફથી પણ પુષ્ટિ કરાઈ છે.

ભારતની ટીમ જશે પાકિસ્તાન

મળતી માહિતી અનુસાર પાકિસ્તાનમાં એશિયા કપનું આયોજન થશે તો ભારત તેમાં ભાગ લેવા પાકિસ્તાનની મુલાકાત લેશે. 2008 બાદ ભારત પાકિસ્તાન ગયું નથી. પણ 2023માં એશિયા કપમાં ભાગ લેવા માટે આ બંને દેશની ટીમ સામસામે હશે. 2023માં વનડે વર્લ્ડ કપનું આયોજન ભારતમાં થવાનું છે અને આ સમયે પાકિસ્તાન પણ ભારત આવશે. હાલમાં બંને દેશ ટી-20 વિશ્વ કપમાં દુબઈમાં મુકાબલો કરશે.

પાકિસ્તાનને માટે મોટી સિદ્ધિ

એક રીતે આ પાકિસ્તાન માટે મોટી સિદ્ધિ છે કે તેને એશિયા કપનું આયોજન કરવાનો અવસર મળ્યો છે. આ એવા સમયે શક્ય બન્યું છે જ્યારે ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમ પાકિસ્તાનમાં રમવાની મનાઈ કરી ચૂકી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીજ રાજાએ પણ તેને ઉપલબ્ધિ ગણાવી છે. આ વખતની ટી 20 વર્લ્ડ કપ યૂએઈમાં રમાઈ રહી છે અને આવતા વર્ષે ટી-20 વિશ્વ કપનું આયોજન ઓસ્ટ્રેલિયામાં યોજાશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો