વિન્ડીઝને ઘર આંગણે ધૂળ ચટાડી ટીમ ઈન્ડિયાએ 2-0થી જીતી વન-ડે શ્રેણી, કોહલીનું પરાક્રમ - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • વિન્ડીઝને ઘર આંગણે ધૂળ ચટાડી ટીમ ઈન્ડિયાએ 2-0થી જીતી વન-ડે શ્રેણી, કોહલીનું પરાક્રમ

વિન્ડીઝને ઘર આંગણે ધૂળ ચટાડી ટીમ ઈન્ડિયાએ 2-0થી જીતી વન-ડે શ્રેણી, કોહલીનું પરાક્રમ

 | 6:26 am IST

ભારતે પોર્ટ ઓફ સ્પેન ખાતેની ત્રીજી વનડેમાં વેસ્ટ ઇન્ડિઝને 6 વિકેટે હરાવીને 2-0થી સીરિઝ પોતાના નામે કરી હતી. ભારત વિન્ડીઝ વિરુદ્ધ સતત 9મી સીરિઝ જીત્યું હતું. વરસાદના લીધે 35 ઓવરમાં 255 રનચેઝ કરતા ભારતે 15 બોલ બાકી રાખીને 6 વિકેટે મેચ જીતી હતી. વિરાટ કોહલીએ કેપ્ટન ઇનિંગ્સ રમતા કરિયરની 43મી સદી ફટકારી હતી. તેણે 99 બોલમાં 14 ચોક્કાની મદદથી 114* રન કર્યા હતા. તેનો સાથે આપતા શ્રેયસ ઐયર 41 બોલમાં 5 છગ્ગા અને 3 ચોક્કાની મદદથી 65 કરીને સતત બીજી મેચમાં ફિફટી મારી હતી. બંનેએ ચોથી વિકેટ માટે 120 રનની ભાગીદારી કરી હતી.

વેસ્ટ ઈન્ડિઝે સીરિઝની અંતિમ વનડેમાં ભારતેને 35 ઓવરમાં 255 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. વરસાદના લીધે વિલંબ પછી મેચ 35 ઓવરની કરવામાં આવી હતી. વિન્ડીઝે 35 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 240 રન કર્યા હતા. તેમના માટે પોતાની છેલ્લી વનડે રમી રહેલા ક્રિસ ગેલે સર્વાધિક 72 રન કર્યા હતા. ભારત માટે ખલીલ અહેમદે 3 વિકેટ, મોહમ્મદ શમીએ 2, જયારે યૂઝવેન્દ્ર ચહલ અને રવિન્દ્ર જાડેજાએ 1-1 વિકેટ લીધી હતી.

વિન્ડીઝે ઝંઝાવાતી શરૂઆત કરી હતી. યાજમાન ટીમે પ્રથમ વિકેટ માટે 10.5 ઓવરમાં 115 રન કર્યા હતા. ક્રિસ ગેલ પોતાની સંભવત છેલ્લી વનડે ઇનિંગ્સ રમી ચૂક્યો છે. તેણે પોતાના આક્રમક અંદાજ પ્રમાણે બેટિંગ કરતા 41 બોલમાં 8 ચોક્કા અને 5 છગ્ગાની મદદથી 72 રન કર્યા હતા. તે પોતાની 54મી ફિફટી ફટકારી અહેમદની બોલિંગમાં મીડ-ઓફ પર કોહલીના હાથે કેચ આઉટ થયો હતો.

એવીન લુઈસ યૂઝવેન્દ્ર ચહલની બોલિંગમાં લોન્ગ-ઓન પર શિખર ધવનના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 29 બોલમાં 5 ચોક્કા અને 3 છગ્ગાની મદદથી 43 રન કર્યા હતા. વિન્ડીઝના ઓપનર્સે 35 ઇનિંગ્સ પછી ઘરઆંગણે 100 રનની ભાગીદારી કરી હતી.

વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે ભારત સામેની ત્રીજી વનડેમાં પોર્ટ ઓફ સ્પેન ખાતે ટોસ જીતીને બેટિંગ લીધી છે. વિન્ડીઝે પોતાની ટીમમાં 2 ફેરફાર કર્યા છે. કીમો પોલ અને ફેબિયન એલેન શેલ્ડન કોટરેલ અને ઓશેન થોમસની જગ્યાએ રમી રહ્યા છે. જ્યારે ભારતની ટીમમાં કુલદીપ યાદવની જગ્યાએ યૂઝવેન્દ્ર ચહલ રમી રહ્યો છે.

ત્રણ મેચની સીરિઝમાં ભારત 1-0થી આગળ છે. પહેલી મેચ વરસાદના લીધે રદ થઇ હતી. જ્યારે બીજી મેચ ભારતે ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે 59 રને જીતી હતી. ભારત 2006થી વિન્ડીઝ સામે બાઈલેટરલ સીરિઝ હાર્યું નથી અને આજે સતત 9મી સીરિઝ પોતાના નામે કરી શકે છે.

આ વીડિયો પણ જુઓ

અમિતશાહે ત્રિરંગાને સલામી આપીને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન