team india worm up match T20 World Cup 2021
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ટી-20 વર્લ્ડકપ: ભારતની ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પ્રેક્ટિસ મેચ રદ્દ, હવે આ ટીમ સામે ટક્કર

ટી-20 વર્લ્ડકપ: ભારતની ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પ્રેક્ટિસ મેચ રદ્દ, હવે આ ટીમ સામે ટક્કર

 | 8:45 pm IST
  • Share

  • ટી-20 વર્લ્ડકપની પ્રેક્ટિસ મેચમાં ફેરબદલ
  • ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટીમ ઇન્ડિયાની પ્રેક્ટિસ મેચ રદ
  • પાકિસ્તાન વિરૂદ્ધ ઇંગ્લેન્ડની પ્રેક્ટિસ મેચ 

ભારતીય ક્રિકેટ ટીમની ટી-20 વર્લ્ડકપ 2021માં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમાનાર પ્રથમ પ્રેક્ટિસ મેચ રદ્દ થઇ ગઇ છે. ટીમ ઇન્ડિયાને વિશ્વકપ પહેલા બે પ્રેક્ટિસ મેચ રમવાની હતી. કોહલી એન્ડ કંપનીને 18 ઓક્ટોબરે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ જ્યારે 20 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પ્રેક્ટિસ મચ રમવાની હતી.

શિડ્યૂલમાં ફેરબદલ કરાયો

ટીમ ઇન્ડિયાની પ્રેક્ટિસ મેચના શિડ્યૂલમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. હવે ભારતીય ટીમ 18 ઓક્ટોબર સાંજે 7.30 વાગ્યે ઓસ્ટ્રેલિયા સામે જ્યારે 20 ઓક્ટોબર સાંજે 7.30 વાગ્યે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ પ્રેક્ટિસ મેચ રમશે.

આ સિવાય પ્રેક્ટિસ મેચોના વેન્યૂમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. ટીમ ઇન્ડિયાની અભ્યાસ મેચ દુબઇના આઇસીસી એકેડમી ગ્રાઉન્ડ પર રમાશે. આ પહેલા આ બંન્ને મેચ દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની હતી.

આ સિવાય ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ હવે પોતાની પ્રથમ પ્રેક્ટિસ મેચ પાકિસ્તાન વિરૂદ્ધ 18 ઓક્ટોબરે ટૉલરેંસ ઓવલમાં રમશે. તેની બીજી પ્રેક્ટિસ મેચ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ અબુધાબીમાં 20 ઓક્ટોબરે રમાશે.

ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન વિરૂદ્ધ

જોકે ભારતીય ટીમ ટી-20 વિશ્વકપ 2021માં પોતાના અભિયાનની શરૂઆત પાકિસ્તાન વિરૂદ્ધની મેચથી કરશે. ટીમ ઇન્ડિયાનો પાકિસ્તાન વિરૂદ્ધ વિશ્વકપમાં શાનદાર રેકોર્ડ છે. ભારતે વિશ્વકપમાં અત્યાર સુધીમાં પાકિસ્તાન સામે પોતાની તમામ મેચો જીતી છે. વિશ્વકપનું આયોજન 17 ઓક્ટોબરથી યૂએઇ અને ઓમાનમાં થશે. આ ટૂર્નામેન્ટની મેજબાની ભારત કરે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો