Team Indian Opener batsman Shikhar Dhawan went to help pakistani hindu refugees
  • Home
  • Sports
  • Cricket
  • કોરોનાના ખૌફ વચ્ચે પાકિસ્તાની હિન્દુઓની મદદે આવ્યો ‘ગબ્બર’ શિખર ધવન, કર્યા આ કામ

કોરોનાના ખૌફ વચ્ચે પાકિસ્તાની હિન્દુઓની મદદે આવ્યો ‘ગબ્બર’ શિખર ધવન, કર્યા આ કામ

 | 4:51 pm IST

કોરાના મહામારીના ખૌફ વચ્ચે ટીમ ઈન્ડિાયાનો ઓપનર બેટ્સમેન શિખર ધવન શનિવારે મજલિસ મેટ્રો સ્ટેશન નજીક આર્દશ નાગર પહોંચ્યો હતો. આ વિસ્તારમાં પાકિસ્તાનથી આવેલા હિન્દુ રેફ્યુજી રહે છે. ધવન ત્યાં મુલાકાત લેશે તે અંગે કોઈને કંઈ પણ ખબર નહોતી.

આપને જણાવી દઈએ કે શિખર ધવન ત્યાં માસ્ક અને ગ્લ્વસ લગાવીને પહોંચ્યો હતો. ત્યાં પહોંચી શિખર ધવને ત્યાંના લોકો માટે પોર્ટેબલ ટોયલેટ ડોનેટ કર્યા. સાથે જ ધવને રેફ્યુજી કેમ્પના બાળકોને ક્રિકેટ કિટ પણ ડોનેટ કરી. જેના પછી બાળકો ખૂબ જ ખુશ નજરે આવ્યા હતા. પોર્ટેબલ ટોયલેટ અને ક્રિકેટ કેટ ડોનેટ કર્યા બાદ ધવને ત્યાંના લોકો સાથે મુલાકાત કરી અને વાતચીત કરી.

શિખર ધવન લોકોના ઘરમાં ગયો અને તેમની સાથે વાતચીત કરી તેમની મુશ્કેલીઓ અંગે જાણવાની કોશિશ કરી. લોકોએ પણ ધવનનું જોરદાર સ્વાગત કર્યું. આપને જણાવી દઈએ કે આ પહેલા ધવને કોરોના પીડિત લોકોની મદદ માટે પ્રધાનમંત્રી કેયર ફંડમાં પૈસા ડોનેટ કર્યા હતા. જો કે, તેણે રકમનો ખુલાસો નહોતો કર્યો.

આ વીડિયો પણ જુઓ: મહિલા PSIને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરાયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન