Tearful mother on 'Sandesh News' exposes drug network in Rajkot
  • Home
  • Featured
  • ‘સંદેશ ન્યૂઝ’ પર અશ્રુભરી આંખે એક માતાએ રાજકોટમાં ડ્રગ્ઝ નેટવર્કનો પર્દાફાશ કર્યો

‘સંદેશ ન્યૂઝ’ પર અશ્રુભરી આંખે એક માતાએ રાજકોટમાં ડ્રગ્ઝ નેટવર્કનો પર્દાફાશ કર્યો

 | 6:00 am IST
  • Share

  • ડ્રગ્સના આદતી ક્રિકેટર પૂત્રે ઘર છોડયું : માતાએ કહ્યું, અમે જૂન મહિનામાં ડ્રગ્સ પેડલરોના સરનામાં પોલીસને આપેલા પણ પોલીસે કાંઈ ન કર્યું

  • સચિન તેંડુલકર સાથે રમેલા સૌરાષ્ટ્રના અન્ડર-19 ટીમના ક્રિકેટરની કથા : પસ્તાળ પડતા તપાસના આદેશ માટે ગૃહમંત્રી મજબૂર

  • રાજકોટમાં પ્રતિભાશાળી ખેલાડી અને તેની માતાએ રજૂ કરેલી ડ્રગ્સ સિન્ડિકેટની દાસ્તાનથી જાગેલી  પોલીસ

     

રાજકોટમાં ડ્રગ્સ માફ્યિાઓના વિકરાળ પંજા સામે પોલીસની નિર્માલ્ય કામગીરીનો પર્દાફશ કરતા ‘સંદેશ ન્યૂઝ’ દ્વારા આજે ડ્રગ્સના દુષણનો ભોગ બનેલા એક પ્રતિભાશાળી ક્રિકેટર અને તેમના પીડિત માતાની દર્દનાક ઘટના રજુ કરતા પૂરા રાજ્યમાં તેના ઘેર પડઘા પડયા છે ડ્રગ્સની આદતથી પુત્રને છોડાવવા માતા-પુત્રએ હિમતભેર રાજકોટ પોલીસ સમક્ષ ગત જુન માસમાં લેખિત અરજી કરી ડ્રગ પેડલરોના નામ-સરનામાં આપ્યા હોવા છતાં પોલીસે અસરકારક પગલા લીધા ન હોવાના આક્ષેપ સાથે માતાએ કહ્યું કે પોલીસની ગાડીમાં ફ્રતા પેડ્લરો અમને મારી નાખવાની ધમકી આપે છે.  

આદત અને ડ્રગ્સ માફ્યિાના ભયથી ઘર છોડી ગયેલા પૂત્રનો પણ ‘સંદેશ ન્યુઝ’ દ્વારા લાઈવ કાર્યક્રમમાં સંપર્ક કરતા માતાની આંખોમાંથી અશ્રાુ વહેવા માંડયા હતા. પુત્રએ કહ્યું કે અમે પોલીસને તમામ ડ્રગ પેડલરોના નામ આપ્યા છે પરંતુ પોલીસ તેને દંડે તે પહેલા તો પેડલરો અમને ધમકાવી રહ્યા છે માતા-પુત્રની વિતકકથા બાદ પસ્તાળ પડતા ગૃહમંત્રીને ત્વરિત તપાસના આદેશ કરવાની ફરજ પડી અને રાજકોટ પોલીસે પીડિત માતાનું નિવેદન લેવા ‘સંદેશ ન્યૂઝ’  ના સ્ટુડિયો ખાતે આવી તેમણે ન્યાય આપવા ખાત્રી આપી છે, બીજી તરફ્ પોલીસ કમિશનરે આજે પોલીસ સંભારણા દિનની ઉજવણી છોડી ડ્રગ્સ માફ્યિાઓ ઉપર દરોડા શરૂ કર્યા છે. તમારી સાથે સત્યની સાથે એ મુદા લેખ સાથે ‘સંદેશ ન્યૂઝ’ના પત્રકારિત્વથી વધુ એક અજોડ મિસાલ સર્જાઈ છે. 

સચિન તેંડુલકરની સાથે ક્રિકેટ રમી ચૂકેલા સૌરાષ્ટ્રના અન્ડર-19ના ક્રિકેટરને ડ્રગ્સની લત લાગ્યા બાદ આ વિષચક્રએ તેમના પત્નીને પણ તેમાં સપડાવ્યા હતા. રોજના એક-બે નહિ 35 ઇન્જેક્શન લેવા પડે તેવી આ ભયાવહ લતમાંથી નીકળવા આખરે પૂત્રએ માતાને બધી જાણ કરતા એ બહાદુર માતાએ હિંમતભેર આ દૂષણને નાબુદ કરવા અંગે પૂત્રની જેમ અન્ય માતાના સંતાનો માટે પોલીસ પાસે જવા નિશ્ચય કરેલો. 

હવે ‘સંદેશ ન્યૂઝ’ સમક્ષ આ મહિલાએ રજૂ કરેલી વિતકકથા એમના જ શબ્દોમાં સાંભળીએ મારા 23 વર્ષના પૂત્રએ જયારે ડ્રગ્સની લતની વાત કરી ત્યારે અમે બંનેએ નિશ્ચય કરેલો કે આપણે તો ડ્રગ્સની ચૂંગાલમાંથી છૂટવું છે, સાથોસાથ જે જે ડ્રગ્સ માફ્યિાઓ છે તેની જાણ પોલીસને કરીએ જેથી અન્ય યુવાનો પણ આ દુષણથી મુક્ત બને અને નશાના સોદાગરોને સજા મળે અમે જુન-2021ના પોલીસ કમિશનર સમક્ષ રજુઆર કરવા ગયેલા જ્યાં અમે ડ્રગ પેડલરોના નામ-સરનામાં સાથેની અરજી ડીસીપી મનોહરસિહ જાડેજાને આપી હતી. 

આ આખા ડ્રગ્સ નેટવર્કના કૌશિક રાણપરા મુખ્ય સુત્રધાર છે, જેણે મારા પૂત્રને કહેલું કે પોલીસ મારી સાથે જ છે, તેણે અમને ફેનમાં બેફમ ધમકી આપેલી. ડ્રગ્સ પેડલરો પોલીસની ગાડીમાં આવતા હતા અમને ડરાવતા હતા. મારા પૂત્ર અને પરિવાર ઉપર જાનનું જોખમ સર્જાયું છે, છતાં પોલીસ શામાટે પગલા લેતી નથી ? પોલીસની સાંઠગાંઠ હોય તો જ આવું બને. મારા પૂત્રએ ડ્રગ્સ માફ્યિાઓના ભયથી આજે ઘર છોડી દીધું છે, આંખમાં અશ્રાુ સાથે મહિલા કહે છે કે મારા પૂત્રનું શું થશે ? મારો પૂત્ર ક્યાં હશે ? 

‘સંદેશ ન્યૂઝ’ના લાઈવ ન્યુઝ બુલેટીનમાં અચાનક મહિલાના પુત્રનો ફેન રણકે છે. તે કહે છે હું સલામત છું, પરંતુ મને બહુ ડર લાગે છે. હું કેવી રીતે ઘરે પરત આવું ? ‘સંદેશ ન્યૂઝ’ના એન્કર તેમણે સાંત્વના અને હિંમત આપી માતા સાથે વાત કરાવે છે. ટીવી સ્ક્રીન ઉપર એક માતાની મમતા અને વેદનાનો અહેસાસ સૌને થાય છે, માતા કહે છે બેટા તું ઘરે આવી જા, તેના ગળે ડૂમો બાઝી જાય છે. દેશ-વિદેશમાં દર્શકો આ દ્રશ્ય જોઈ માતા-પુત્રના સંવાદને નિહાળી સંવેદનાની અનુભૂતિ કરે છે. માતાને કહે છે કે મમ્મી ડ્રગ્સ માફ્યિાઓના નામ પણ પોલીસને આપ્યા છે છતાં કોઈ પગલા લેવાયા નથી. 

‘સંદેશ ન્યૂઝ’ના અહેવાલને નિહાળી થોડી જ મિનીટોમાં ગાંધીનગરમાં સરકારમાં દોડધામ શરૂ થાય છે ને ગૃહ રાજ્યમંત્રી તપાસના આદેશ છોડતા કહે છે કે આ મહિલાની અરજીની ઉપેક્ષા કોણે કરી તે અંગે પણ તપાસ થશે. ‘સંદેશ ન્યૂઝ’ના સમાજલક્ષી, નિર્ભીક પત્રકારિત્વથી રાજકોટ પોલીસ કમિશનર પણ ટીમો બનાવી ડ્રગ્સ વેચ્નાતાઓ ઉપર એક્શન શરૂ કરે છે. 

રાજકોટમાં અનેક યુવાનો ડ્રગ્સના વિષચક્રમાં ફ્સાઈ રહ્યા છે ત્યારે પોલીસ માત્ર દેખાવ પૂરતા દરોડા પાડતી હોવાનો માતા-પૂત્રનો આક્ષેપ છે માલવિયાનગર પોલીસ સહીત પોલીસ અફ્સરોના નામજોગ તેણે જે ચોકાવનારી વિગતો દર્શાવી તેના પૂરા રાજ્યમાં ઘેર પડઘા પડયા છે.  પોલીસને પગ નીચે રેલો આવતા હવે પગલા શરૂ થયા છે પરંતુ તેમાં માત્ર માછલીઓ જ પકડાશે કે મગરમચ્છો સુધી પોલીસ પહોચશે એ તો સમય જ કહેશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો