Teaser of My Name is RaGa Movie Based on Rahul Gandhi’s Life
  • Home
  • Featured
  • એપ્રિલમાં આવશે રાહુલ ગાંધીની બાયોપિક, ટીઝર થયું રિલીઝ

એપ્રિલમાં આવશે રાહુલ ગાંધીની બાયોપિક, ટીઝર થયું રિલીઝ

 | 6:59 pm IST

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જ્યારે ચૂંટણીને ધ્યાનમાં રાખી દેશના દિગ્ગજ નેતાઓને લઇને ફિલ્મ બનાવવાનો જાણે રાફડો ન ફાટી નિકળ્યો હોય તેમ એક પછી એક નેતાઓને લઇને ફિલ્મ આવી રહીં છે.

હમણા થોડા જ સમય પહેલા જ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘને લઇને એક બાયોપિક ફિલ્મ આવી હતી. આ ફિલ્મે ખૂબજ વિવાદ ઉભા કર્યા હતા. જોકે તેના થોડા જ સમયબાદ પીએ મોદીને લઇને આવી રહેલી બાયોપિકે પણ લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

જ્યારે સમાચાર આવ્યા છે કે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા રાહુલ ગાંધીની બાયોપિકનો ટીઝર વીડિયો સામે આવ્યો છે. આ બાયેપિકનું નામ છે ‘માય નેમ ઇઝ રાગા’ . હાલમાં જ આ બાયોપિકનો ચાર મિનિટનો ટીઝર વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. જેમાં રાહુલના દાદી ઇંદિરા ગાંધીની હત્યાથી લઇને રાહુલ ગાંધીના પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા સુધીની સફર બતાવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન