Teasing a young woman from Nagaland in the satellite area of Ahmedabad
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં રોમિયો બેફામ, રસ્તે જતી નાગાલેન્ડની યુવતીના પ્રાઇવેટ પાર્ટ પર હાથ મૂકી…

અમદાવાદમાં રોમિયો બેફામ, રસ્તે જતી નાગાલેન્ડની યુવતીના પ્રાઇવેટ પાર્ટ પર હાથ મૂકી…

 | 4:34 pm IST
  • Share

અમદાવાદ શહેરમાં નવા વર્ષની શરૂઆતમાં અનેક પ્રકારની ગંભીર ઘટનાઓ બની. ચાર-ચાર જેટલા ફાયરિંગના કિસ્સા બનતા તેના વીડિયો વાયરલ થયા અને હવે તો જાહેર રોડ પર એક યુવતીની છેડતી થઇ. આ જ ઘટનાઓ શહેર પોલીસ દિવાળીમાં આરામમાં હોવાની ચાડી ખાય છે. સેટેલાઇટની આ ઘટનાથી ફરી સવાલો ઉભા થઇ રહ્યા છે કે, અમદાવાદમાં મહિલા કે કિશોરીઓ સુરક્ષિત નથી.

મૂળ નાગાલેન્ડની અને હાલ રામદેવ નગર ખાતે રહેતી 25 વર્ષીય યુવતી તેના ફિયાન્સ સાથે ભાડે રહે છે. નવી નોકરીના પહેલા દિવસે તે નોકરીએ ગઈ અને પરત ફરી ત્યારે તેના ઘર પાસે આવી હતી. ત્યારે જ રામદેવનગર ચાર રસ્તા તરફ જવાના રોડ ઉપર સાંઈબાબા મંદિર પાસે પહોંચી ત્યારે એક છોકરો તેની પાસે આવ્યો હતો અને બાદમાં આ યુવતીના પ્રાઇવેટ પાર્ટ પર હાથ લગાવી છેડતી કરી હતી. યુવતીએ બૂમાબૂમ કરતા યુવક ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરતો હતો, જોકે લોકોએ આ યુવકને પકડી સેટેલાઇટ પોલીસને સોંપ્યો છે. સેટેલાઈટ પોલીસે વિઠ્ઠલ રાઠોડ નામના છેડતીબાજની ધરપકડ કરી છે.

શહેરમાં છેડતી અને ગુન્હા હવે સામાન્ય બની ગયા હોય તેવી સ્થિતિ છે. આ અગાઉ ગોતા ખાતે એક આધેડ દ્રારા મહિલાનો વીડિયો ઉતારતા તેની ફરિયાદ નોંધવામાં આવી હતી. બીજી તરફ શહેરના પોર્શ વિસ્તારમાં ધોળા દિવસે યુવતીને છેડવામાં આવે છે તેના પરથી સ્પષ્ટ થઈ રહ્યુ છે કે ગુજરાતમાં મહિલાઓ કેટલી સુરક્ષિત છે.

આ વીડિયો પણ જુઓ : કોરોના આઉટ ઓફ કંટ્રોલ , કેસોમાં સતત વધારો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન